રાજકોટ પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા તથા તાલુકા સંગઠન પૂર્ણ થતાં જિલ્લા કક્ષાના અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમ નો પ્રારંભ પ્રદેશ અઘ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા , પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી, પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રી કાજલબેન વેષ્ણવ , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ કલાલ ,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અંબારામ રાવલ,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જગદીશસિંહ પરમાર , પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા અને આર. બી. રાઠોડ , વિવિધ ઝોન નાં પદાધિકારીઓ, અન્ય જિલ્લામાંથી પધારેલ જિલ્લા પ્રમુખ શ્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ સાંસ્કૃતિક નૃત્ય સાથે કાર્યક્રમ ને આગળ વધારી સુરીલા ગીતો નાં બોલ સાથે વાતાવરણ મંત્રમુગધ બન્યું હતું.ઉપસ્થિતિ તમામ મંચસ્થ મહાનુભાવો નું પુષ્પહાર અને બુકે આપી સ્વાગત સન્માન કરાયું હતું.
વિશેષ માં પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી ની સંગઠનમાં સરાહનીય કામગીરીને પણ ખાસ બિરદાવી જિલ્લાની સમગ્ર ટીમ દ્વારા વિશેષ બહુમાન કરાયું હતું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદબોધન કરતા પત્રકાર એકતા પરિષદ ની સ્થાપના,ઉદ્દેશ,સંગઠન, કાર્ય પદ્ધત્તિ, લડત,અને શિસ્ત કે સંગઠન ના માળખા વિશે માર્ગદર્શન આપ્યું હતું., કાર્યકારી અધ્યક્ષ થી લઇ સ્વ.સલીમભાઈ બાવણી નું સ્વપ્ન સાકાર કરવા સુધી કાપેલી મંજિલ નો ચિતાર આપી શિસ્ત,પ્રમાણિક,એક બીજાને મદદ ની ભાવના સાથે નું સંગઠન,પ્રદેશ,ઝોન,જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યરત હોવાનુ જણાવી,૩૨ જિલ્લા અને ૨૪૦ તાલુકા કારોબારી સાથેનું સંગઠન,સરકાર સમક્ષ કરેલી રજૂઆતો,ટેબલ ટોક દ્વારા થયેલ કાર્યવાહી,તેમજ આખરી મહા અધિવેશન સુધી નું માર્ગદર્શન આપ્યું હતું,સી.આર.પાટિલ ની નિખાલસતા નો પત્રકારોને શું ફાયદો થશે તેની માહિતી આપી હતી.
માત્ર ગુજરાત નહિ દેશ નહિ વિશ્વનું સૌથી મોટું પત્રકારો નું સંગઠન આજે પત્રકાર એકતા પરિષદ બની ચૂક્યું છે,ત્યારે રાજ્યની સૌથી મોટી સામાજિક સંસ્થા બની ચૂકી છે,તેના સભ્ય હોવું ગૌરવ ની વાત છે,ત્યારે હાલ સભ્ય ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે,સૌ ફોર્મ ભરી સભ્ય બનવાનું ન ચૂકે તેવી હાકલ કરી હતી, ટાંટિયા પકડનારાં ને હાથ પકડી એક બીજાને બેઠા કરવા કે મદદરૂપ થવા પરિવાર ભાવે સંગઠિત કર્યા નું ગૌરવ ગુજરાતના તમામ પત્રકારો, જિલ્લા, તાલુકા પ્રમુખો, ઝોન ની ટીમ, પ્રદેશ હોદ્દેદારો સહિત સૌનો પુરુષાર્થ સફળ થયા ના અભિનંદન પાઠવ્યા હતા..
છેલ્લે આભારવિધિ જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી..અને સ્વરૂચી ભોજન કરતાં “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત ને સાર્થક કરી હતી.
સમગ્ર કાર્યક્રમ નાં સંચાલન અંગે માર્ગદર્શન પ્રદેશ આઇ.ટી.સેલ અઘ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા કરાયું હતું.
કાર્યક્રમ નું સંચાલન BCCI નાં કોમેનટેટર શ્રી હરેશભાઈ રાવળ દ્વારા કરાયું હતું.
કાર્યક્રમમાં ફોટો ગ્રાફી વ્યારા (તાપી) થી પધારેલ શ્રી જનકભાઈ દલાલ દ્વારા કરાઇ હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રદેશ કારોબાર સભ્ય શ્રી ધર્મેશભાઈ વસંત તેમજ જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ ધકાણ, ઝોન નાં પદાધિકારી અને જિલ્લાની ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી.