પદ્મ પુરસ્કારની જાહેરાત:CDS બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ

  0
  622

  સ્વામી સચ્ચિદાનંદ સહિત ગુજરાતના 8 મહાનુભાવો પદ્મ એવોર્ડથી સન્માનિત

  વિભિન્ન ક્ષેત્રમાં ઉલ્લેખનિય કાર્ય માટે 128 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા
  4 લોકોને પદ્મવિભૂષણ, 17 લોકને પદ્મભૂષણ અને 107 લોકોને પદ્મશ્રી
  ગુલામનબી આઝાદ, કૃષ્ણા અને સુચિત્રા એલ્લા અને સાઈરસ પૂનાવાલાને પદ્મભૂષણ
  સત્યા નડેલા, સુંદર પિચાઈ તેમજ પ્રતિભા રે પણ પદ્મભૂષણથી સન્માનિત

  કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મંગળવારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી. આ વખતે ચાર મહાનુભાવોને પદ્મવિભૂષણ સન્માન આપવામાં આવ્યાં છે. જેમાં 3 લોકો એવા છે જેમને મરણોપરાંત આ સન્માન આપવામાં આવશે. પદ્મવિભૂષણ મેળવનારમાં CDS જનરલ બિપિન રાવત, ભાજપના નેતા કલ્યાણ સિંહ, ગીતા પ્રેસ ગોરખપુરના અધ્યક્ષ રહેલા રાધેશ્યામ ખેમકા (ત્રણેયને મરણોપરાંત) અને શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું નામ સામેલ છે.

  આ સાથે જ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા, ગૂગલના પેરેન્ટલ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ, પશ્ચિમ બંગાળના વરિષ્ઠ કોમ્યુનિસ્ટ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને દેશની કોરોના વેક્સિન બનાવનાર ભારત બાયોટેકના ફાઉન્ડર કૃષ્ણા એલ્લા- સુચિત્રા એલ્લા તેમજ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના પ્રમુખ સાયરસ પૂનાવાલાને પદ્મભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.

  આ સાથે જ ઓલિમ્પિયન નીરજ ચોપડા, ગાયક સોનૂ નિગમ, પ્રમોદ ભગત અને વંદના કટારિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વખતે 17 લોકને પદ્મભૂષણ અને 107 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. આ રીતે કુલ 128 લોકોને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

  આ લોકોને મળ્યા પદ્મભૂષણ

  1.ગુલામનબી આઝાદ (પબ્લિક અફેયર્સ)
  2.વિકટર બેનર્જી (આર્ટ)
  3.ગુરમીત બાવા (મરણોપરાંત – આર્ટ)
  4.બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (પબ્લિક અફેયર્સ)
  5.નટરાજન ચંદ્રશેખરન (ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી)
  6.કૃષ્ણા એલ્લા અને સુચિત્રા એલ્લા (ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી)
  7.મધુર જાફરી (પાક કલા)
  8.દેવેન્દ્ર ઝાઝરિયા (સ્પોર્ટ્સ)
  9.રાશિદ ખાન (આર્ટ)
  10.રાજીવ મહર્ષિ (સિવિલ સર્વિસ)
  11.સત્યા નડેલા (ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી)
  12.સુંદર પિચાઈ (ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી)
  13.સાઈરસ પૂનાવાલા (ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી)
  14.સંજય રાજારામ (મરણોપરાંત – સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)
  15.પ્રતિભા રે (સાહિત્ય અને શિક્ષણ)
  16.સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ)
  17.વશિષ્ઠ ત્રિપાઠી (સાહિત્ય અને શિક્ષણ)

  ગુજરાતના આ મહાનુભવોને પદ્મ એવોર્ડ

  18.સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય અને શિક્ષણ)​​​​​​​ (પદ્મભૂષણ)
  19.ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (પદ્મશ્રી)
  20.માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ) (પદ્મશ્રી)
  21.ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (પદ્મશ્રી)
  22.સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
  23.જયંતકુમાર મગનલાલ વ્યાસ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) (પદ્મશ્રી)
  24.રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here