Google search engine
HomeBHAKTISANDESHપવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ: ભાવિકોમાં હર્ષોલ્લાસ

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ: ભાવિકોમાં હર્ષોલ્લાસ

શુક્રવાર, 29 જુલાઈથી શ્રાવણ માસનો શુભારંભ, આશુતોષ ભગવાન શિવની ઉપાસના ના દિવસો. અનેક ઉત્સવો અને તહેવારો ઉજવાશે.

29 જુલાઈ થી 8 નવેમ્બર 2022 (કારતક પૂનમ) સુધી આવનારા  103 દિવસમાં 73 મોટા વ્રત અને ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવામાં આવે છે.  જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય છે. આયુર્વેદ અનુસાર શ્રાવણ યોગ-ધ્યાનનો મહિનો ગણાય છે.

શિવજીને પ્રિય શ્રાવણ 

શ્રાવણ માસ માં દેવાધિદેવ મહાદેવની ખાસ ઉપાસના કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે આ માસ માં જ માતા પાર્વતિએ શિવ ને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે તપ કર્યું હતું. તેમજ સતીના મૃત્યુ બાદ શિવજી ને પાર્વતિ પત્ની સ્વરૂપે મળ્યા હતા. તેથી શિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે.

શિવ પુરાણની વિદ્યેશ્વરસંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે. આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મોટાભાગે કર્ક રાશિમાં રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે, તે સમયે કરવામાં આવતી શિવપૂજા જલ્દી સફળ થાય છે.

શિવલિંગ ઉપર અભિષેક

શિવલિંગ પર જળ અભિષેક કરવાની પરંપરા: જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે હલાહલ વિષ બહાર આવ્યું હતું, જેને શિવજીએ પી ગળામાં ધારણ કર્યું, જેના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો હતો. વિષના કારણે શિવજીના શરીરમાં  થયેલી ગરમીને શાંત કરવા માટે શિવલિંગ ઉપર ઠંડા પાણીની ધારા ચઢાવવામાં આવે છે.

વ્રત-ઉપવાસનું મહત્વ
ચોમાસા દરમિયાન પાચન શક્તિ નબળી પડી જાય છે. એને મજબૂત બનાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ માત્ર ફળાહાર કરવો જોઈએ. મોટાભાગે લોકો શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ રાખે છે. આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતના સૂત્રસ્થાનમ અધ્યાયમાં વ્રત-ઉપવાસ અંગે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં રોગોનો ઉપચાર 6 રીતે થાય છે. લંઘન. બૃંહણ, રૂક્ષણ, સ્નેહન, સ્વેદન અને સ્તંભન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments