- પશુપાલકોને કિલો ફેટે હવે રૂપિયા 730 આપવામાં આવશે.
- 21 ઓગસ્ટથી નવો ભાવ અમલમાં મૂકવામાં આવશે.
સમગ્ર દેશમાં અઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આજે 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. જેમાં દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પશુ પાલકો ને પહેલા 720 રૂપિયા કિલોફેટે ભાવ આપવામાં આવતો હતો.મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીમાં આજે અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પશુપાલકોને મોટી ભેટ આપી છે. જેમાં ડેરીએ પશુપાલકોના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ દૂધસાગર ડેરી પશુપાલકોને 720 રૂપિયા કિલોફેટે ભાવ આપતી હતી. જ્યારે હવે 10 રૂપિયાનો વધારો કરવામાં આવતા દૂધસાગર ડેરી પશુપાલકોને 730 રૂપિયા કિલો ફેટે આપશે. આ નવો ભાવ આગામી 21 ઓગસ્ટથી અમલમાં મુકવામાં આવશે.