પાટણના વૃદ્ધને તેમના ઘર પરત કરવા અને પુત્રો દર મહિને ૧૫૦૦ ભરણપોષણ આપે – પાટણ પ્રાંત અધિકારી

0
320

સમાજમાં દાખલો બેસાડતો પાટણ પ્રાપ્ત અધિકારી સચિનકુમારનો હુકમ

સરસ્વતી તાલુકાનાં અમરપુરા ગામનાં રહીશ અને વૃધ્ધ એવા મોહમદહુસેન ઈબ્રાહિમ સેરશીયાને ત્રણ પુત્રીઓ અને ત્રણ પુત્રો છે જેમાંથી એક પુત્ર હજુ અપરિણીત છે અને તે હાલમાં આ વૃધ્ધ મોહમ્મદ હુસેન સાથે રહે છે. તેમની પત્ની હયાત નથી. ત્રણ પૈકી બે પુત્રોનાં લગ્ન થયા બાદ તેઓ અમરપુરા ગામમાં જ મોહમ્મદ હુસેનનાં બે અન્ય મકાનોનો કબજાે તેમને આપી દેતા તેમાં તેઓ અલગ રહેવા ગયા હતા. જયારે નાનો અપરિણીત પુત્ર કે જે રાધનપુરની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.ત્યારે રમતમાં તેને માથામાં ઈજા થતાં તેનાં ચાર ઓપરેશન કરાયા હતા.અને તેની યાદદાસ્ત જતી રહી હોવાથી તે વૃધ્ધની સ્વતંત્ર માલિકીનાં અન્ય બે મકાનોમાં તેમની સાથે રહે છે. બે મોટા પૂત્રોનાં લગ્ન થયા બાદ અને તેમનાં સ્વતંત્ર મકાનોમાં રહેવા ગયા બાદ બંને પુત્રો તેઓ વૃધ્ધ પિતાની સારસંભાળ રાખતા ન હોવાનો આક્ષેપ વૃધ્ધે કર્યો છે.

પ્રાંત અધિકારી સચિનકુમાર

પુત્રો તેમની દરકાર રાખતા ન હોવાનું અને મકાનોની મિલક્ત તેમનાં નામે કરી આપવાનું દબાણ તેઓ પિતા પર કરતા હતા. તેમણે તેમની પત્નીનાં નિધન બાદ તેમની મિલક્તની વહેંચણી કરી દીધી હતી. અને પુત્રો ઝઘડો કરીને તેમને ઘર છોડી ચાલ્યા જવા મજબુર કરતા હતા.આથી ડરનાં માર્યા વૃધ્ધ પિતાને તેમની પુત્રીનાં સાસરે આશ્રય લેવાની ફરજ પડી હતી. બાદમાં મોહમ્મદ હુસેન વૃધ્ધે તેમનાં વકીલ પાટણનાં યુસુફભાઈ શેખ મારફત પાટણના ભરણપોષણ ન્યાયાધિકરણ વ પ્રાંત અધિકારીની કોર્ટમાં સિનિયર સિટીઝન એકટ અંતર્ગત પૂત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા તથા તેમની ચાર મિલક્તો તેમને મૂળ સ્થિતિમાં વૃધ્ધનાં નામે કરવા, તેમનાં ખાવા પીવા માટે ટિફીનની વ્યવસ્થા કરવા, તેમનાં બે પુત્રો તેમની દીકરીઓ સાથે સારુ વર્તન રાખે તથા તેમની દીકરીઓ તેમને મળવા આવે ત્યારે મળવા દે અને સપ્રેમ મહોબ્બતથી સારુ વર્તન કરે તેવું વર્તન કરે તેવી રજુઆત કરી હતી.

આ અરજી પરત્વે પાટણનાં પ્રાંત અધિકારીએ બંને પક્ષની રજુઆતો સાંભળીને બંને પુત્રોને પિતાને ભરણપોષણ ચુક્વવા સહિતનો ઉપર મુજબનો આદેશ કર્યો હતો.પાટણના સરસ્વતી તાલુકાનાં અમરપુરા ગામનાં ૬૮ વર્ષનાં એક વૃધ્ધને તેમનાં બે પુત્રો તરફથી દર મહિને રૂ. ૭૫૦-૭૫૦ મળી કુલ રૂ. ૧૫૦૦ની રકમ દરમહિને તેમનાં પિતાને ભરણપોષણ પેટે ચુકવવાનો અને આ વૃધ્ધનાં પરિવારનાં ચારેય મકાનો વૃધ્ધનાં ખાતે દાખલ કરવાનો, વૃધ્ધને ત્રણે ય ટાઈમ જમવાની વ્યવસ્થા કરવાનો અને આ ભરણ પોષણની રકમ માટે વૃધ્ધે બેંકમાં ખાતુ ખોલવા તથા આ બંને પુત્રો તેમનાં પિતાનાં ખાતામાં દર મહિનાની ૧૦ મી તારીખ સુધીમાં પૈસા જમા કરાવે તેવો આદેશ પાટણનાં ભરણ પોષણ ન્યાયાધિકરણનાં અધ્યક્ષ વ પાટણનાં પ્રાંત અધિકારી સચિનકુમારે તાજેતરમાં કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here