પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી આ મહત્વની બેઠકમાં ખાદ્ય સુરક્ષા સલામતી સમિતિની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી સહિત અન્ય ૧૪ સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા શિક્ષણ અધિકારી, મહિલા અને બાળ વિકાસ અધિકારી, યુનિવર્સિટી સાયન્સ વિભાગના વડા ડો. એસ.એ. ભટ્ટ, યુનિવર્સિટી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો. કે કે પટેલ, પાટણ જિલ્લા હોટલ રેસ્ટોરેન્ટ પ્રમુખ, પાટણ જિલ્લા મીઠાઈ ફરસાણ એસોસિએશન પ્રમુખ દિલીપભાઇ સુખડીયા, કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન એજ્યુકેશન અને રીસર્ચ સેન્ટર પ્રમુખ, જાગૃત ગ્રાહક મંડળ પ્રમુખ અને ખોરાક અને ઔષધ પ્રયોગશાળાના ફુડ એનાલિસ્ટની સભ્ય તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તાજેતરમાં પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખાદ્ય સુરક્ષા સલામતી અંગે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાદ્ય સુરક્ષા સલામતી સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે કલેક્ટર તેમજ સમિતિના અન્ય ૧૪ સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
પાટણમાં ખાદ્ય સુરક્ષા અને સલામતી સમિતિની રચના કરાઈ
સમિતિના પ્રમુખ તરીકે કલેકટર અને અન્ય ૧૪ સભ્યોની વરણી કરાઈ