પાટણમાં ચાઈનીઝ દોરીનું ઘરોમાં જ વેપાર થઈ રહ્યો છે

0
234

પાટણ શહેરમાં ચાઈનીઝ દોરીની ખરીદીનો વીડિયો વાઇરલ થયા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પાટણના યુવાનો રૂપિયા કમાવવાની લાલચમાં ખાનગી રીતે ઘરોમાં જ વેચાણ કરી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિઝિટલ દ્વારા ખાનગીમાં વેચાણ કરતા એક યુવાનને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, “અમે ચાઈનીઝ દોરીના રીલ સુરત, અમદાવાદથી ૧૨૫ રૂપિયામાં આવે છે અને પાટણમાં ૨૫૦ રૂપિયામાં એક રીલનું વેચાણ ખાનગીમાં કરીએ છીએ. જેથી એક રીલ વેચવાથી રૂ. ૧૨૫ મળે છે. અમે કોઈ ગ્રાહકનો ફોન કે મેસેજ આવે તો તેને સ્થળ પર જ દોરી આપી આવીએ છીએ. તો કેટલાકને ઘરે બોલાવીને વેચીએ છીએ.” આમ પ્રતિબંધિત હોવા છતાં પણ ચાઈનીઝ દોરીનો ખૂબ જ મોટો જથ્થો પાટણ શહેરમાં વેચાણ માટે લવાયો છે. કેટલાક યુવાનો આ ચાઇનીઝ દોરી વેચીને રૂપિયા કમાવી લેવાની ફિરાકમાં છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. અન્ય એક યુવાનને પૂછતાં તને જણાવ્યું હતું કે, “હું ૨૨ જેટલા રીલ લાવ્યો છું. જે વડલી ગામનો એક યુવાન આપી જાય છે. હવે ૧૦ રીલ પડ્યા છે. યુવાનને ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે એમ જણાવાતાં યુવાને કહ્યું હતું કે “મને ખબર છે, પણ આવી ગઈ તો શું કરું?” ઉપરાંત યુવાને પાટણમાં ઘણા લોકો ચાઈનીઝ દોરી વેચે છે એમ જણાવ્યું હતું. પાટણ શહેરમાં ગઈકાલે સોમવારે વીડિયો વાઇરલ થયા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ પાટણ શહેર સહિત તાલુકાના યુવાનો બહારથી ચાઈનીઝ દોરી દુકાનોની જગ્યાએ ઘરે-ઘરે મોટા પ્રમાણમાં વેચી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here