2 પ્રાથમિક અને 7 માધ્યમિક શાળાઓ બંધ કરવા ટૂંક સમયમાં નિર્ણય લેવાઇ શકે
પાટણ જિલ્લામાં કોરોનાની મહામારી બાદ મધ્યમ વર્ગ આર્થિક સંક્રમણમાં આવતા બાળકોને મોંઘી ફી ભરી ખાનગી શાળામાં અભ્યાસ કરાવો ન પરવડતા સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવતા ખાનગી શાળાઓને સંખ્યામાં મોટો ફટકો પડતા શાળાઓ બંધ થઈ રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં સંખ્યાના અભાવે પ્રાથમિક 2 અને 7 માધ્યમિક શાળાઓ શિક્ષણ વિભાગમાં બંધ કરવા દરખાસ્ત કરી છે. સામે ફક્ત પાટણ શહેરમાં એક જ નવીન શાળા શરૂ થઈ છે.
જિલ્લામાં પ્રથમવાર કોરોના મહામારી બાદ નવી શાળાઓ શરૂ થવાના બદલે ટપોટપ એકસાથે સંખ્યાના અભાવે બંધ થઈ રહી છે. જેમાં નવીન શૈક્ષણિક વર્ષમાં જ પાટણ જિલ્લામાં શાળાઓમાં સંખ્યાના અભાવે પાટણ શહેરમાં બે સહિત જિલ્લાની 7 ખાનગી શાળાઓ તેમજ પ્રાથમિક વિભાગમાં પાટણ શહેરની 2 મળી કુલ 9 શાળાઓએ શિક્ષણ વિભાગમાં શાળાઓ બંધ કરવા માટે દરખાસ્ત કરવામાં આવતાં ટૂંક સમયમાં બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. જિલ્લામાં શાળાઓ શરૂ કરવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં એક પણ નવી દરખાસ્ત આવી હતી. તો માધ્યમિક વિભાગમાં ફક્ત એક માત્ર પાટણ શહેરમાં કિડ્સ જાયન્ટસ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ શરૂ થવા પામી છે. તેવું શિક્ષણાધિકારી જયરામ જોશીએ જણાવ્યું હતું.
આ શાળાઓની બંધ કરવાની દરખાસ્ત થઈપ્રાથમિક શાળાઓ: 1- આદર્શ પ્રાથમિક શાળા ઇંગ્લીશ મીડિયમ પાટણ2- ન્યુ વિઝન ઇંગ્લીશ મીડિયમ પ્રાથમિક શાળા પાટણ
માધ્યમિક શાળાઓ : 1-આઈ.એમ દવે ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ2- સંસ્કાર સ્કૂલ ઓફ સાયન્સ સમી3- ભાવના ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુરેજા4- આદર્શ ઇંગ્લીશ મીડીયમ માધ્યમિક સ્કૂલ પાટણ5- રાજેશ્વર વરુ વિદ્યાલય સરદારપુરા ચાણસ્મા6- ઉપાસના વિદ્યાલય વેડ7- શ્રીમતી આર પી વિદ્યાલય રાધનપુર