પાટણમાં ૨.૮૭ લાખના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ ઝડપાયા

0
343

પાટણ શહેરમાં જુગાર ધામની બદી ફૂલીફાલી હોવાની જાણ વિજિલન્સ પોલીસને થતા વિજિલન્સ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ શહેરના દશામાં મંદિર પાસે આવેલ કોઠા કુઈ વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી હતી. તેમજ ૮ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે ૨ આરોપી રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે રેડ દરમિયાન રોકડ રકમ રૂ. ૨૫ હજાર, ૮ વાહનો કિંમત રૂ. ૨.૩૦ લાખ, ૧૦ મોબાઈલ કિંમત રૂ. ૩૨ હજાર મળી કુલ રૂ. ૨ લાખ ૮૭ હજાર ૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.પાટણ શહેરના કોઠાકુઈ વિસ્તારમાંથી વિજિલન્સ પોલિસે જુગારધામ પર રેડ કરીને ૮ આરોપીઓને રૂ. ૨.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ૨ આરોપીઓ રેડ દરમિયાન ભાગી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here