પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો, આજે નવા 17 કેસ નોંધાયા

0
157

સિદ્ધપુર, પાટણ, શંખેશ્વર અને હારીજ પંથકમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે સોમવારે પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 17 કેસ પોઝિટિવ નોંધાયા હતા. સિદ્ધપુર, પાટણ, શંખેશ્વર અને હારીજ પંથકમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

પાટણ જિલ્લામાં સોમવારે સામે આવેલા કેસની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાટણ શહેરની ઓતિયાની શેરી, બાલાજી બંગલોઝ, યશનગર, કર્મભૂમિ સોસાયટી,યશ બંગલોઝ, સંધવીની પોળ, સોનીવાડો, કલાનગરી, શ્યામ બંગલોઝ, ઈન્દ્ર પ્રસ્થ સોસાયટી, યશ ટાઉનશિપ મળી કુલ 11 કેસો, સિધ્ધપુર શહેરમાં ધરણીધર સોસાયટી, તાલુકાનાં કલયાણા અને લાલપુર મળી કુલ 3 કેસ, શંખેશ્વરમાં 1 કેસ, અને હારીજ તાલુકાના જસવંતપુરા અને તંબોળીયા મળી 2 કેસ સાથે જિલ્લામાં કુલ 17 કોરોના પોઝિટિવ આવ્યાં છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here