પાટણ જિલ્લાના વારાહીમાં હથિયારો બતાવી વેપારીઓને ધમકાવી ખંડણીઓ ઉઘરાવવાની બાબતે નોંધાયેલી એક પોલીસ ફરિયાદે ખંડણીખોરોની ગેંગને પકડી જેલ ભેગા કરી દીધા છે.
વારાહી પોલીસ સ્ટેશને આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ બે દિવસ પહેલા પાટણ SOG પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી જે બાદ પી.આઈ. ચિરાગ ગોસાઈની ટીમે વધુ તપાસ કરતાં વારાહી વિસ્તારમાં સક્રિય થયેલી ગેંગ જે ગેરકાયદેસર હથિયારો રાખી, વગર કારણે બજારોમાં બબાલો કરી, હથિયારો બતાવી લોકોમાં ભય ઉભો કરનારી ગેંગના વધુ 3 આરોપીઓને પકડી લીધા છે આરોપીઓ સોશિયલ મીડિયામાં ફાયરિંગના વીડિયો અપલોડ કરી લોકોમાં ભય ફેલાવતા હતા
ઝડપાયેલા વધુ 3 આરોપીઓમાં આસીફ ઉર્ફે માયા પાસેથી પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ પણ જપ્ત કરી તેને પુરાવા રૂપે પોલીસ તપાસમાં જોડી છે. આરોપી નાસીફખાન ઉર્ફે માયા રસુલખાન મહેકે વારાહી વાળો સોશિયલ મીડિયામાં ફાયરિંગના વીડિયો અપલોડ કરી લોકોમાં ખોફ ફેલાવતો હતા.
1. અલીખાન કરીખાન મલીક વારાહીવાળો2. ઝાહીદખાન સાંધાજી મલેક ફુલપુરાવાળો 3. નાસીફખાન ઉર્ફે માયા રસુલખાન મહેકે વારાહીવાળો મુખ્ય આરોપી