Home GUJARAT AHMEDABAD પાસપોર્ટ અંગે સમસ્યા ઉકેલવા માટે અમદાવાદમા કેમ્પનું આયોજન

પાસપોર્ટ અંગે સમસ્યા ઉકેલવા માટે અમદાવાદમા કેમ્પનું આયોજન

0

પાસપોર્ટ મેળવવો એ ખૂબ જ મુશ્કેલ કામ છે. વર્ષોથી સામાન્ય ટેક્નિકલ ક્વેરીઓને કારણે લાખો લોકોના પાસપોર્ટ અટવાઈ પડેલા છે, પરંતુ હવે આ તમામ સમસ્યાઓને ઉકેલવાની અને  પાસપોર્ટ મેળવી લેવાની અરજદારો માટે 27 ઓગસ્ટે તક ઊભી થઈ રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત પાસપોર્ટની સમસ્યાઓને એક જ જગ્યાએ તાત્કાલિક દૂર કરવાનો રીજનલ પાસપોર્ટ કચેરીએ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ઘણા લોકોને પાસપોર્ટ સંબંધિત સમસ્યાઓ હોય છે. જેમાં ખાસ કરીને કોઈનો પોલીસ કેસ ચાલતો હોય કોઈના પાસપોર્ટમાં નામ બદલવાની સમસ્યા હોય કોઈને પાસપોર્ટ મેળવવામાં વિલંબ થયો હોય, જેના ઘણા બધા કારણો છે. આ પ્રકારની સમસ્યાઓ 27 ઓગસ્ટે આવીને પોતાની સમસ્યા જણાવશે તો સ્થળ પર જ અમારી ટીમ દ્વારા પાસપોર્ટ સમસ્યાનો નિકાલ કરી દેશે.

આખા ગુજરાતમાં કોઈને પણ પાસપોર્ટ અંગેની કોઈપણ સમસ્યા હશે તો એનો 27 ઓગસ્ટે અમદાવાદના કેમ્પમાં  નિકાલ થઈ જશે. 27 ઓગષ્ટે ગુલબાઈ ટેકરા સ્થિત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં બે ભાગમાં ખાસ કેમ્પ આયોજિત કરાયો છે.

ગત 1 જાન્યુઆરીથી 30મી જૂન સુધીની કોઈપણ વ્યક્તિની પાસપોર્ટને લગતી કોઈ પણ સમસ્યાનો આ કેમ્પમાં રીજનલ પાસપોર્ટ ઓફિસર ત્વરિત નિકાલ કરવામાં આવશે. આ માટે અરજદારે ફક્ત તમામ ડોક્યુમેન્ટ્સ અને કરેલી અરજી સાથે રાખવાની રહેશે.

રિજનલ પાસપોર્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, 27 ઓગસ્ટના પાસપોર્ટ કેમ્પમાં ગત 1 જાન્યુઆરીથી 30 જૂન દરમિયાન થયેલી એપ્લિકેશનનો નિકાલ કરાશે. જેમ કે કોઈની સામે ક્રિમિનલ કેસ પેન્ડિગ હોય તો કોર્ટ પરમિશનના આધારે પાસપોર્ટ આપી દેવાશે. આવા અરજદારને કોર્ટ આદેશ મુજબના વર્ષનો પાસપોર્ટ અપાશે. ઘણા કેસમાં પિતા કે માતાની મંજૂરી હોતી નથી, તો તેમાં સિંગલ પેરેન્ટ એપ્લિકેશન આવે છે. અમે તેમને કહીએ છીએ કે પિતા કે માતાની સહમતિ આપો તો અમે તેને આગળ પ્રોસેસ કરી શકે.

ઘણા લોકોને પાસપોર્ટ સંબંધિત સમસ્યાઓ હોય છે. જેમાં ખાસ કરીને કોઈનો પોલીસ કેસ ચાલતો હોય કોઈના પાસપોર્ટમાં નામ બદલવાની સમસ્યા હોય કોઈને પાસપોર્ટ મેળવવામાં વિલંબ થયો હોય, જેના ઘણા બધા કારણો છે. આ પ્રકારની સમસ્યાઓ 27 ઓગસ્ટે આવીને પોતાની સમસ્યા જણાવશે તો સ્થળ પર જ અમારી ટીમ દ્વારા પાસપોર્ટ સમસ્યાનો નિકાલ કરી દેશે.

પાછલા પાસપોર્ટની માહિતી જાણી જોઇને આપી ન હોય અથવા તો ભૂલી ગયા હોય તો અમે તેમને કહીએ છીએ કે પાછલો પાસપોર્ટ બતાવો અથવા તેની માહિતી આપો. એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ, જૂનો પાસપોર્ટ, બર્થ સર્ટફિકેટ, ફોટો આઈડી વેગેરે ડોક્યુમેન્ટ સાથે લેતા આવે. અમે તે ચેક કરીશું. જે કંઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હશે તો અમે એ દિવસે જ પાસપોર્ટ આપી દઈશું. આ કેમ્પમાં એપોઇન્ટમેન્ટની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version