પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ પિતાની યાદમાં “પિતૃ પુષ્પાંજલિ” પુસ્તકનું કરાયું વિમોચન
સનાતન હિન્દુ ધર્મમાં પિતાની વિશેષ મહત્વ રહેલો છે પિતાનૂ ઋણ ચુકવી શકતુ નથી તેમજ પિતૃઓને દેવ નો દરજ્જો આપવામાં આવેલ છે જે ઘરમાં પિતૃઓ ની કૃપાદ્રષ્ટિ રહે એ ઘરમાં ખુશાલી રહે છે ત્યારે મૂળ વાવ તાલુકાના ગોલ ગામના વતની પણ થરાદ નગરને પોતાની કર્મભૂમિ બનાવીને વસવાટ કરતાં બદ્રીનારાયણ જી શંકર લાલજી દવે કે જેઓએ નગરપાલિકાના હેડ ક્લાર્ક થી નિવૃત્તિ લીધી અને મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ નું ૨૮ વર્ષ સુધી નેતૃત્વ કર્યું હતું એવા બદ્રીનારાયણ જી દવે નું ગત વર્ષ અવસાન થયું હતું અને એમને એક વર્ષ પૂર્ણ થતા પિતાનાં સંસ્કારો વારસામાં મળેલ હોવાથી તેમના બંને પુત્રો રાજુભાઈ દવે નોટરી એડવોકેટ અને પ્રદીપભાઈ દવે દ્વારા પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પુણ્યતિથિ ઉજવવામાં આવેલ અને આ નિમિત્તે બ્રહ્મ ભોજન નું આયોજન રાખવામાં આવેલ અને પિતાને યાદ માં બંને પુત્રોએ સાથે મળીને પિતૃ પુષ્પાંજલિ નામના પુસ્તકનું સમાજના અગ્રણીઓના વરદ હસ્તે વિમોચન કરી ને દરેકને આ પુસ્તક આપવામાં આવેલ હતું.
આ પુસ્તકમાં સ્વર્ગસ્થ બદ્રીનારાયણ જી દવેના સંસ્મરણો તેમજ નિત્ય કર્મ-પૂજા પાઠ કરતા ભૂદેવો માટે ઉપયોગી સાહિત્ય જોડવામાં આવ્યું છે આમ એક શિક્ષણ પ્રેમી સમાજસેવી અને અભ્યાસુ પિતાના જીવનને યાદગાર બનાવવા માટે તેમના સુપુત્ર દ્વારા પુસ્તક ભેટ આપી એક સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે. આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રવણભાઈ દવે, મંત્રી દિનેશભાઈ દવે, બાબુલાલ જી દવે, મનુ મહારાજ( જિલ્લા ભાજપ કારોબારી સભ્ય), અશોકભાઈ દવે ( આચાર્ય શ્રી એમ.એસ વિદ્યામંદિર થરાદ ),કૈલાશભાઈ દવે,ખેમપ્રકાશ દવે, અશોકભાઈ દવે, કમલેશજી દવે( ભાજપ અગ્રણી રાજસ્થાન), દેવેન્દ્રભાઇ , કિશોરભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ.