પીએમ મોદીએ કર્યું નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ.
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંડિયા ગેટ ખાતે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ..
દેશભરમાં નેતાજીની જન્મ જયંતી પર વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે ને આખા દેશમાં નેતાજીની 125 મી જન્મ જયંતી ઉજવાય રહી છે.
પીએમ મોદી જણાવ્યું કે આઝાદ ભારતની પહેલી સરકારની રચના નેતાજીએ કરી હતી. નેતાજીના દેશ માટે કરાયેલા કાર્યોને પણ પીએમ મોદીએ યાદ કર્યા હતા.
નેતાજીએ આપેલા યોગદાનને હંમેશા યાદ રાખવાની પણ વાત પીએમ મોદીએ કરી હતી.
ઉલ્લેખનિય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.
ઈંડિયા ગેટ ખાતે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરી પીએમ મોદીએ દેશની જનતાને એક અમુલ્ય ભેટ આપી છે અને દેશની જનતાને દેશપ્રેમનો સંદેશો પણ આપ્યો છે.