રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઑફર ઠુકરાવી
ચુંટણી રણનીતિ ઘડવામાં માહેર છે પીકે
રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વિટ કરી આપી જાણકારી
રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ઓફર ઠુકરાવી દીધી છે અને કહ્યું છે કે કોંગ્રેસને મારા કરતા પણ વધારે મજબુત લીડરશીપની જરૂર છે.
માળખા કરતા પણ વધારે મુળમાં બદલાવની જરૂરીયાત છે અને પી.કે કોંગ્રેસ સાથે કામ નહી કરે એવું કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વિટ કરી જાણકારી આપી છે.
ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે રણનીતિ બનાવી કામ કરશે પણ પ્રશાંત કિશોરે ના પાડી દેતા ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસને બહુ મોટો ફટકો પડ્યો કહી શકાય છે.
ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓની નારાજગી અને પક્ષ છોડવાના સિલસિલા વચ્ચે રણનીતિકારે કામ કરવાની ના પાડતા કોંગ્રેસની હાલત આગામી સમયમાં કફોડી થવા પામવાની છે.
અગાઉ પ્રશાંત કિશોર ઘણી ચુંટણીઓમાં કોંગ્રેસ માટે કામ કરી ચુક્યા છે અને ગત બંગાળ ચુંટણીમાં તેઓએ મમતા બેનર્જી સાથે કામ કર્યું હતું.
હવે જોવાનું એ રહ્યું કે આગામી ચુંટણીઓમાં કોંગ્રેસ માટે કોણ સંકટમોચન બનીને આવે છે..
રોનિત બારોટ અમદાવાદ