અમદાવાદ જીલ્લા યુવા મોર્ચા દ્વારા સાણંદમાં રક્તદાન કરાયું.
અમદાવાદ જિલ્લા યુવા મોરચા દ્વારા સાણંદ શહેર માં હજારી માતા મંદિર પાસે આવેલ સર્કિટ હાઉસ ખાતે જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ.શ્રી સુરેશભાઈ જે પટેલ ને શ્રદ્ધાંજલિ રૂપી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન શિબિર નું આયોજન સાણંદ યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું જેમાં વિશેષ મહેમાન તરીકે
સાણંદ વિધાનસભા યુવા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું જેમાં જીલ્લા ઉપપ્રમુખ શૈલેષભાઈ દાવડા,અમદાવાદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ રણધીરસિંહ પઢેરીયા,શહેર સંગઠન પ્રમુખ કમલેશભાઈ વ્યાસ સાણંદ નગરપાલિકાના પ્રમુખ નેહલબેન શાહ,ઉપપ્રમુખ જયેશભાઈ,પ્રદેશ કારોબારી રક્ષાબેન,સાણંદ શહેર પ્રભારી લીનાબેન,જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રીતિબેન,અમદાવાદ જિલ્લા યુવા મોરચા પ્રતીકભાઈ,શહેર યુવા મોરચા પ્રમુખ પવુભા પરમાર મહામંત્રી જીગર ઠક્કર સાથે યુવા મોરચાની આખી ટીમ અને સર્વ નગરપાલિકા સદસ્યો ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકતા ઉપસ્થિત રહ્યા આ રક્તદાન શિબિરમાં કુલ 60 જેટલી લોહીની બોટલોનું દાન કરવામાં આવ્યું જે ખૂબ જ પ્રસંસનીય બાબત છે..
ચિરાગ પટેલ સાણંદ