અત્યાર સુધી દેશી લીંબુનું વેચાણ થતું હોવાથી પ્રતિ કિલો ૮૦ થી ૧૦૦ રૂપિયામાં વેચાતા હતા. પરંતુ દેશી લીંબુની આવક બંધ થઈ જવાના કારણે લીંબુનો માલ મદ્રાસથી આવતો હોવાથી લીંબુના ભાવમાં વધારો થયો છે. વડોદરાના જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો લીંબુ ૧૫૦થી ૧૭૦ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલો લીંબુ રૂપિયા ૨૦૦થી ૨૨૦ના ભાવે વેચાઇ રહ્યા છે. બજારમાં હાલ જે લીંબુ વેચાઇ રહ્યા છે તે મદ્રાસના બિજાપુરથી આવી રહ્યા છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. પરિણામે લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળાની ઋતુમાં લીંબુની માગમાં વધારો થતો હોય છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ લીંબુના ભાવો પ્રતિ કિલો રૂપિયા ૨૫૦ને પાર કરી જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાને પગલે કાળઝાળ ગરમીમાં ઠંડક આપતા પીણાવો જેવા કે, શેરડીનો રસ, લીલા નાળિયેર, છાશ સહિતના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભડકે બળી રહેલા ભાવોના પગલે વર્તમાન ઉનાળાની ઋતુ સંલગ્ન તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ ગયો છે.કાળઝાળ ગરમીમાં રાહત આપતા લીંબુનું વેચાણ વધી જતુ હોય છે. પરંતુ, કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ ડબલ થઇ ગયા છે. દેશી લીંબુની આવક બંધ થઇ જતાં હવે મદ્રાસથી લીંબુ આવતા હોવાના કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલો વધારો છે. વડોદરાના છૂટક બજારમાં લીંબુ પ્રતિ કિલો ૨૦૦થી ૨૨૦ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ લીંબુના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.