પેન્સિલ સ્કેચ ફોટો બનાવી થરાદ પીઆઈને આપી ભેટ
પેઇન્ટિંગ કળામાં ઘણા બધા લોકો પાવરધા હોઈ જે તે વ્યક્તિને આકાર આપી તેમની છબીને ફોટામાં પેઇન્ટિંગ સ્વરૂપે સ્થાપિત કરી પોતાનામાં છુપાયેલી અદભુત કળાને લોકો સમક્ષ રજૂ કરે છે, જોકે અગાઉ પણ પાવરધા પેઈન્ટર દ્વારા પેન્સિલ સ્કેચથી ફોટો બનાવી એએસપીને ભેટ આપી હતી, ત્યારે ગતરોજ ક્રિષ્ના હોસ્પિટલ થરાદ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. ચૌધરીનો પેન્સિલ સ્કેચ ફોટો ભેટ સ્વરૂપે અર્પણ કરી ક્રિષ્ના હોસ્પિટલના ડૉક્ટર કરશનભાઈ પટેલ, ગાયનેક ડૉકટર મેહુલ નાયક સહિત અન્ય હિતેચ્છુઓ સાથે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જોકે ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે દર્દીઓની સતત દેખભાળ હેઠળ જરૂરી તમામ સારવાર કરી ઉમદા કાર્ય બજાવવામાં ડૉકટરો સહિત સ્ટાફ અગ્રેસર રહે છે જે ખરેખર માનવતાના દર્શન કરાવે છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ