પોરબંદરની સ્થાનિક બજારમાં કેસર કેરીનું આગમન

ગીર સાસણમાં વાવાઝોડાના કારણે અનેક આંબા નષ્ટ થતા આ વખતે આવક ઓછી અને કેરી મોંઘીદાટ થશે

0
488
માર્કેટીંગ યાર્ડ ખાતે કેરીની આવક શરૂ થઈ, શરૂઆતના દિવસોમાં ભાવ વધુ છતાં કેરી રસિયાઓએ કેરીની ખરીદી શરૂ કરી

પોરબંદરની બજારમાં સ્થાનિક કેસર કેરીનું આગમન થયું છે. માર્કેટિંગ યાર્ડ ખાતે બરડાની કેસર કેરીની આવક શરૂ થઈ છે. જોકે શરૂઆતના દિવસોમાં ભાવ વધુ હોવા છતાં કેરી રસિયાઓએ કેરીની ખરીદી શરૂ કરી છે. ગીર સાસણમા વાવાઝોડાના કારણે અનેક આંબા નષ્ટ થતા આ વખતે ત્યાંની કેરી મોંઘીદાટ થશે.

પોરબંદરના બરડા વિસ્તારમાં ખંભાળા, હનુમાનગઢ, કાટવાણા સહિતના વિસ્તારોમાં ખેતરોમાં આંબાના વૃક્ષો આવેલા છે. સીઝનમાં કેરીના ફળ આવતા કેરીઓનું બજારમાં વેચાણ થાય છે. બરડા વિસ્તારના આંબાની કેરીઓ વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. ગરમી શરૂ થતા બજારમાં કેરીનું આગમન થયું છે. ખાસ કરીને કેસર કેરીનું બજારમાં આગમન થયું છે. માર્કેટિંગ યાર્ડ ખાતે બુધવારે સ્થાનિક કેસર કેરીની હરરાજી કરવામાં આવી હતી. બરડા વિસ્તારના કાટવાણા ગામેથી આંબાના વૃક્ષની કેસર કેરીનું આગમન થયું છે.

શરૂઆતના દિવસોમાં કેરીના ભાવ વધુ હોય છે ત્યારે બજારમાં સ્થાનિક કેસર કેરી આવતા કેરી ખાવાના શોખીન પરિવારોએ મોંધાભાવે કેસર કેરીની ખરીદી કરી હતી. મહત્વની વાત એ છેકે આ વખતે ગીર સાસણની કેરી પણ મોંઘીડાટ થશે. વાવાઝોડા દરમ્યાન ગીર સાસણમા અનેક આંબા નષ્ટ થયા હતા જેને પગલે કેસર કેરીની આવક ઓછી થશે અને ભાવમાં ખૂબ વધારો જોવા મળશે. પોરબંદરમાં હાલ રત્નાગીરીથી હાફૂસ કેરી તથા બેંગ્લોરથી લાલબાગ કેરીનું પણ વેચાણ થઈ રહ્યું છે.

બજારમાં કેરીની આવક શરૂ થતા કાચી કેરીના 20 કિલોના કેરેટ આવ્યા છે. 10 કિલોના બોક્સ આવ્યા નથી. સ્થાનિક ખેતરોમાં આંબાની કેરીની વાત કરીએ તો, બરડા વિસ્તારમાં આવેલ આંબાના વૃક્ષની કેરી ગીરની કેરી કરતા મોટા ફળ વાળી અને અલગ મીઠાશ ધરાવતી કેરી હોય છે. બરડા વિસ્તારમાં આંબામાં પિયતની જરૂર રહેતી નથી. જમીન માંથી જ આંબો પાણી મેળવી લે છે જેથી ડ્રાઇ કેરી હોય છે અને ગીરની કેરી કરતા બરડાની કેરીનો ભાવ પણ વધુ હોય છે.

અન્ય કેરીના કેટલા ભાવ?
રત્નાગીરીથી 500 થી 700 કિલો હાફૂસ કેરીની આવક થઈ હતી જે બજારમાં કિલોના રૂ. 500 થી 600ના ભાવે બજારમાં વેચાઈ રહી છે. જ્યારે બેંગ્લોરથી 200કિલો લાલબાગ કેરીની આવક થઈ હતી જે બજારમાં કિલોના રૂ. 200 થી 300ના ભાવે વેચાઈ રહી છે.

આ વખતે કેરીની સિઝન ટૂંકી હશે
ગીરની કેરી પોરબંદરની બજારમાં એક માસ મોડી આવક થશે અને મોંઘીદાટ હશે. તેમજ આ વખતે કેરીની સિઝન ટૂંકી રહેશે અને કાચી કેરીના બોક્સ વધુ વેચાશે તેવું વેપારીઓ માની રહ્યા છે.

SOURCE – DIVYA BHASKAR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here