પોલીસે પકડેલ બાયોડિઝલ ભરેલું ટેન્કર
- પહેલી બાતમીને આધારે 17 હજાર લિટર બાયોડિઝલ ઝડપ્યું
- બીજી બાતમીને આધારે 20 હજાર લિટર બાયોડિઝલ ઝડપ્યું
સુરતના સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશન હદમાં આવેલી બે જગ્યાએ પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલ કેમિકલ ઇંધણના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડયા છે. આ ઉપરાંત પોલીસે 20 લીટરથી વધુ બાયોડિઝલનો જથ્થો અને રૂપિયા 15.75 લાખ મળી કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બાયોડિઝલ ભરેલું ટેન્કર અને ડિઝલ મીટર પમ્પ
પહેલી બાતમીને આધારે 2ની ધરપકડ
મળતી માહિતી પ્રમાણે પોલીસે પહેલી બાતમીને આધારે સિંગણપોર વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેમાં હાથી મંદીર રોડ પાળા પાસે આવેલા વિન્ટેજ પાર્કીંગમાં પતરાના શેડમાં રેઇડ પાડી બે લોકોને પકડી પાડ્યાં હતા. આ સાથે તેમની પાસે રહેલો લાયસન્સ કે પાસ કે પરવાના વગરનો ગેરકાયદેસર બાયોડિઝલ કેમિકલનો આશરે 17 હજાર લીટરનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત બાયોડિઝલ ભરેલું ટેન્કર, ડિઝલ મીટર પમ્પ, પ્લાસ્ટીકની નાની મોટી સાઇઝની પાઇપો, ધાતુના માપીયા, પ્લાસ્ટીકની ડોલ, પ્લાસ્ટીકના ટાંકા મળી કુલ 41.41 લાખની મત્તા જપ્ત કરી હતી.
આરોપીના નામઃ
1. પાર્થ પ્રવિણભાઇ જેઠવા, ઉં.વ. 31
2. વિનોદ નનામ યાદવ, ઉં.વ. 32
3200 લિટર બાયોડિઝલ પકડ્યું
બીજી બાતમીના આધારે સિંગણપોરની બાલાજી સોસાયટીની બાજુમાં આવેલા બાલાજી કપાઉન્ડમાં દરોડા પાડ્યાં હતા. જેમાં 3200 લીટર બાયોડિઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે બોલેરો પીકઅપ, રઝન મીટર પમ્પ, પ્લાસ્ટીકની નાની મોટી સાઇઝની પાઇપો, ધાતુનું માપિયું, પ્લાસ્ટિકના ટાંકા મળી કુલ 6.59 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આરોપીના નામઃ
1. દશરથભાઇ ઉર્ફે દિલીપ મારવાડી દાલચંદ ખિંચી, ઉં.વ.45
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આમ સુરત પોલીસે બંને સ્થળેથી મળી આવેલા ગેરકાયદેસર કેમિકલનો જથ્થો કુલ 20 હજાર લીટરથી વધુ એટલે કે 15.75 લાખ સહિત કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે પકડાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ કરી છે.