જમ્મુ કશ્મીરના વિશ્વ વિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે ભાગદોડ મચતા 12 લોકોના મોત થયા હતા જ્યારે 30 જેટલા ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
નવા વર્ષની પૂર્વ રાત્રીએ વૈષ્ણોદેવી મંદિરમાં આ દુખદ ઘટના બનતા સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે.
પીએમ મોદી એ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું.
જમ્મુ કશ્મીરના LG મનોજસિન્હાએ સમગ્ર ઘટનાની જાણ પીએમ મોદીને કરી હતી જેને લઈ પીએમ મોદીએ દુખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને 2-2 લાખની તેમજ ઘાયલોને 50-50 હજારના વળતરની જાહેરાત કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા રાહતકાર્ય ચલાવાય રહ્યું છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે..