ફતેપુરા તાલુકા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરાઈ

0
1484

પત્રકાર એકતા સંગઠનના દાહોદ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ કલાલ તેમજ જીલ્લાનાં હોદેદારોની ખાસ હાજરી…

• આઝાદભાઈ મનસુરીની પ્રમુખ સર્વાનુમતે ફતેપુરા તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે વરણી….

તા 11/04/2022ને સોમવારના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ખાસ દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી હિતેશભાઈ કલાલનાં અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં જિલ્લાનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.

પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પત્રકાર એકતા સંગઠનની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ હિતેશભાઈ કલાલે જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.

ફતેપુરા તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે શ્રી આઝાદભાઈ મનસુરીની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીકાંત પંચાલ, મહામંત્રી તરીકે મનોજ કલાલ, મંત્રી તરીકે સલમાન ડોકિલા તથા રિતેશ બી. કલાલ, જ્યારે સહમંત્રી સંજય કલાલ, દિલીપ પ્રજાપતિ, તથા શૈલેષ ડબગરની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખજાનચી તરીકે સાગર પ્રજાપતિ તથા આઈટી સેલ તરીકે જુનેદ પટેલની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here