ફ્રાન્સમાં કોવિડ -૧૯ના કેસોમાં તીવ્ર વધારો વચ્ચે, અધિકારીઓએ જાહેરાત કરી કે, છ અને તેથી વધુ વયના બાળકોએ બંધ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા પડશે. સરકાર માસ્ક પહેરવા માટે બાળકોની ઉંમર ૧૧ થી ઘટાડીને છ વર્ષ કરી છે. સોમવારે ફ્રાન્સમાં વર્ગો ફરી શરૂ થશે અને નાના બાળકોને જાહેર પરિવહન, રમતગમત સંકુલ અને પૂજા સ્થાનો પર માસ્ક પહેરવું પડશે. ઉૐર્ંએ પણ માસ્ક પહેરવા કહ્યું છે અને લોકોને તેનું પાલન કરવાનું કહ્યું છે. માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવતા આ આદેશને પેરિસ અને લિયોન જેવા શહેરો સુધી લંબાવવામાં આવ્યો છે.
તાજેતરમાં અહીં ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફ્રાન્સની સરકાર અર્થતંત્રને નુકસાન પહોંચાડતા લોકડાઉન અથવા કર્ફ્યુ લાદ્યા વિના, ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે રોગચાળાના પાંચમી લહેરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ફ્રાન્સમાં કોવિડ-૧૯ને કારણે ૧૨૩,૦૦૦ લોકોના મોત થયા છે. યુરોપમાં કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રાન્સમાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ફ્રાન્સમાં કોરોના વાયરસના ૨,૧૯,૧૨૬ નવા કેસ નોંધાયા છે. આ રીતે, આ સતત ચોથો દિવસ છે, જ્યારે ફ્રાન્સમાં કોરોના વાયરસના બે લાખથી વધુ કેસ નોંધાયા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે, આવનારા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે નવા કેસ વધી શકે છે. દેશમાં સાત દિવસની કોરોના એવરેજ પણ પાંચ ગણી વધી ગઈ છે.
કોરોના વાયરસનું ઓમિક્રોન ફ્રાન્સમાં ઝડપથી ફેલાવાનું શરૂ કર્યું છે. દેશમાં નવા કેસોમાં ઓમિક્રોન વેરિઅન્ટનો મોટો ભાગ છે. પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું કે કોરોનાના નવા કેસોમાંથી ૬૨ ટકા ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જાેડાયેલા છે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવા વિશે પહેલેથી જ ચિંતા હતી, કારણ કે, તે અત્યંત ચેપી છે. ઓમિક્રોન વેરિઅન્ટ બ્રિટન અને પોર્ટુગલ સહિત ઘણા યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના કારણે અહીં પ્રતિબંધો લાગુ કરવું પડ્યું છે. લોકોને માસ્ક પહેરવા વિનંતી કરવામાં આવી રહી છે.