Google search engine
HomeNorth GujaratBanaskanthaબનાસકાંઠામાં વિદ્યાર્થીઓને લેપટોપ સહાય આપવાની લાલચે છેતરપિંડી:

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને લેપટોપ સહાય આપવાની લાલચે છેતરપિંડી:

વિદ્યાર્થીઓને લેપટોપ સહાય માટે QR કોડસ્કેન કરી 560 રૂપિયા ટ્રાન્સફર કરી 80 ટકા સબસીડીની લાલચ આપી

બનાસકાંઠા જિલ્લાની 500 ઉપરાંત ગ્રામ પંચાયતોના સરપંચોને છેલ્લા 10 દિવસથી અમદાવાદની ઇન્સ્ટીટયુટ દ્વારા જીલ્લામાં પ્રથમ વખતે કયુઆરકોડ સાથેના પત્રો મળી રહ્યા છે. જેમાં વિધાર્થીઓને લેપટોપની સહાયમાં 80 ટકા સબસીડી આપવાની લાલચ આપી રૂપિયા 560 ટ્રાન્સફર કરવાનું જણાવાયું છે. જોકે, બનાસકાંઠા જીલ્લા સાઇબર ક્રાઇમ શાખાની તપાસમાં આ પત્રો છેતરપીંડીવાળા હોવાનું બહાર આવ્યું હોઇ લાલચમાં ન આવવા માટે જિલ્લાની પ્રજાને અપીલ કરવામાં આવી છે.

રૂપીયા 250 રજીસ્ટ્રેશન ફી ભરવાની છેતરપિંડી
તારીખ 12/8/2022 સુધીમાં આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પ્રક્રિયા પૂરી કર્યા બાદ 15 થી 29 ઓગષ્ટ 2022 સુધીમાં રૂબરૂ જીલ્લામાં બોલાવવાનું જણાવાયું છે. પત્રમાં એવું પણ જણાવાયું છે કે 250 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરી છે તેમને જ આ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. આડકતરી રીતે રૂપિયા 250 ભરાવી રજીસ્ટ્રેશન કરવાની લાલચ આપી.

રૂપીયા 560 એગ્રીમેન્ટ ફી ભરવાની છેતરપિંડી
પત્રમાં કયુ. આર. કોડ છાપવામાં આવ્યો છે. જેમાં જે છાત્રોએ રૂપિયા 250 ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમણે કયુ. આર. કોડ સ્કેન કરી એગ્રીમેન્ટ ફી (રૂપિયા 300 સ્ટેમ્પ પેપર, રૂપિયા 200 નોટરી અને રૂપિયા 60 ફ્રેન્કીંગ ચાર્જ) તારીખ 12 ઓગષ્ટ 2022 સુધી ટ્રાન્સફર કરવા રહેશે. જે તારીખ પછીના છાત્રોને રૂબરૂ નહી બોલાવવામાં આવે તેવું પ્રલોભન આપી રૂપિયા 250 રજીસ્ટ્રેન ફી ભરવા માટે પણ પ્રલોભન આપવામાં આવ્યુ.

અમદાવાદની કન્સલ્ટન્સી દ્વારા ફ્રોડ હોવાનું બહાર

અમદાવાદની ઓરબીટ કન્સલ્ટન્સીના નામે પોસ્ટથી બનાસકાંઠા જિલ્લાના સરપંચોના નામે પત્રો મોકલવામાં આવી રહ્યા છે. જેની તપાસ કરતાં આ પત્રો ખોટા અને છેતરપીંડી આચરવા માટેના છે. સરપંચ, વિધાર્થીઓએ આ પત્રો અવગણી કોઇ પ્રક્રિયા ન કરવા માટે અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments