શિક્ષકોની લાપરવાહીને લઇ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધરતા વડગામ અને દાંતા તાલુકાની વિવિધ 11 શાળાના 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતા આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ ફરજમાં લાપરવાહી દાખવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકો ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા હોય તેમજ ફરજ પર અનિયમિત હાજર રહી અને ફરજમાં ગુલ્લી મારતા હોઈ તેની અસર બાળકો પર પડતી હોય છે. જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈએ દાંતા તેમજ વડગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં દાંતા તાલુકાની આઠ સ્કૂલના 32 શિક્ષક અને વડગામ તાલુકાની ત્રણ સ્કૂલના 12 શિક્ષક મળી કુલ 44 શિક્ષકો ફરજમાં ગુલ્લી મારતા ઝડપાઇ જતા આ શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે