બનાસકાંઠાની LCB એ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુરા ગામની સીમનાં ચાર રસ્તાથી થોડે દૂરથી એક સ્કોરપિયો ગાડી સાથે વિદેશી દારૂ પકડયો.
આ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/કાગળના પાઉચ તથા બિયર ટીન/બોટલો મળી કુલ બોટલો/ટીન/ કાગળના પાઉચ નંગ- ૩૯૮૪ ની કુલ કિંમત રૂપિયા ૪,૨૩,૯૬૦/- તથા મોબાઈલ નંગ- ૧ ની કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા સ્કોરપિયો ગાડીની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૯,૨૮,૬૯૦/- ના મુદ્દામાલ સાથે આરોપી દિલીપકુમાર હરીરામભાઈ નાઈ , ગોપાલ ઉર્ફે ગોપીયો, પુનમારામ બિશ્નોઈ તથા આરોપી વિકસા રાજપુતે દારૂનો જથ્થો ભરાવી તથા આરોપી નરેશ ચૌધરીએ દારૂનો જથ્થો મંગાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોઈ ચારેય ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિલીપકુમાર હરીરામભાઈ નાઈ રહે- ઢીમા, તાલુકો- વાવ જિ- બનાસકાંઠા
ગોપાલ ઉર્ફે ગોપીયો સ/ઓ પુનમારામ બિશ્નોઈ રહે- સરવાણા, તાલુકો- સાંચોર, જિલ્લો- જાલોર(રાજસ્થાન)
આરોપી વિકસા રાજપુત તથા આરોપી નરેશ ચૌધરી રહે- ચલાદર, તા- ભાભર, જિલ્લો-બનાસકાંઠા
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ