થરાદમાં રાજગઢ કોમ્પલેક્ષમાં આવેલી બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં ફરજ બજાવતા કુવરશીભાઈ રબારીની થરાદની હાઈવે બેંક શાખામાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો હતો, ગત સોમવારે સાંજે યોજાયેલ વિદાય સમારોહમાં બદલી થયેલ કર્મચારીને બેંક ઓફ બરોડા શાખાના સમગ્ર સ્ટાફ દ્વારા સાલ ઓઢાડી માનભેર વિદાય આપી હતી, તેમજ મુખ્ય શાખામાં વફાદાર બની ફરજ બજાવી સતત સેવા આપવા બદલ બેંક શાખાના સમગ્ર સ્ટાફે કામની કદર કરી પ્રસંશા કરી હતી. આ પ્રસંગે બેંક ઓફ બરોડા મુખ્ય શાખાના મેનેજર અમીતેશભાઈ, નિર્મલભાઈ, રમેશભાઈ વાણિયા, દિપકભાઈ સહિત હઠાજી રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ