બાઈક ચોરતી ગેંગના સાગરીતને ઝડપી પાડતી વિવેકાનંદનગર પોલીસ

0
1340

ચોરી કરેલા 6 મોટરસાયકલ કબજે

મો.સા. ચોરીઓ કરતી ટોળકીના એક ઇસમને પકડી પાડી ચોરીના છ મો.સા. કબ્જે કરી મો.સા. ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી વિવેકાનંદનગર પોલીસ

મે.આઇ.જી.પી શ્રી વી. ચન્દ્રશેખર સાહેબ અમદાવાદ વિભાગ,અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરેદ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ મીલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા અંગેની આપેલ સુચના અંતર્ગત કામગીરી કરવા સારૂ મે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એસ.વ્યાસ સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ મીલકત સબંધી ગન્હાઓ અંગે વોચ તપાસમાં હતા. તે દરમ્યાન આ.પો.કો. કલ્પેશભાઇ ગગજીભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે મુકેશભાઇ યોગી રહે. લાંભા, અમદાવાદ નાઓ એક કાળા જેવા કલરનું સીડી ડિલક્ષ મો.સા. ઉપર અસલાલી તરફથી રામોલ તરફ જનાર છે. જે મો.સા. ચોરીનું છે. જે મો.સા. ની આગળ નંબર પ્લેટ લગાવેલ નથી. તેવી હકીકત મળતા સ્ટાફના માણસો સાથે હકીકત વાળી મો.સા. ની હાથીજણ સર્કલ ખાતે વોચમાં હતા તે દરમ્યાન બાતમીવાળુ મો.સા. અસલાલી તરફથી આવતા હાથનો ઇસારો કરી મો.સા. ચાલકને સાઇડમાં ઉભુ રખાવી તપાસ કરતા (૧) સીડી ડિલક્ષ મો.સા. નંબર GJ-01-FH-9996 છે. જે મો.સા. ના ચાલક મુકેશનાથ લક્ષ્મણનાથ યોગી ઉ.વ. ૨૪ રહે. લાંભા અસલાલી સર્વિસ રોડ, લાંભાકટ પાસે, ઓમકાર ફર્નીચરની સામે, ઉસ્માનભાઇની દુકાનમાં, લાંભા, તા.સીટી વટવા, અમદાવાદ મળુ રહે. સુલીયા ગામ, પોસ્ટ, ગોવર્ધનપુરા તા.માંડલ થાના કેરેડા જી.ભીલવાડા (રાજસ્થાન) નાઓની પાસે મો.સા. ની આર.સી.બુક બાબતે પુછતા સદર મો.સા. તેઓએ તેમના મિત્ર પારસનાથ ગોપીનાથ યોગી રહે. કોસીતલગામ તા.ગંગાપુર જી.ભીલવાડા નાઓની સાથે મળી ઝરણા પાર્ટી પ્લોટ, વટવા કેનાલ, અમદાવાદ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી સદર પકડાયેલ ઇસમને યુકતિ પ્રયુકતિથી અન્ય કોઇ મો.સા. ચોરી કરેલ છે કે કેમ ? તે બાબતે પુછપરછ કરતા તેમના મિત્ર પારસનાથ યોગી સાથે મળી કુલ છ મો.સા. ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા મો.સા. ની તપાસ કરી/કરાવતા (૨) કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ બજાજ સીટી – ૧૦૦ મો.સા. જેનો આર.ટી.ઓ.રજી.નંબર પ્લેટ લગાવેલ ન હોય જેનો એંજીન નંબર DUZPFC31841 છે. તથા ચેચીસનં. MD2A18AZ5FPC31339 છે. જેની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી તથા (૩) હોન્ડ સીડી ૧૧૦ ડ્રીમ ડી એક્ષ જેનો આર.ટી.ઓ.રજી.નંબર પ્લેટ લગાવેલ ન હોય જેનો એંજીન નંબર JC67E94043040 છે. તથા ચેચીસ નં. ME4JC677GH8038536 છે. જેની કિ.રૂ.૧૮૦૦૦/- ગણી તથા (૪) હિરો સ્પ્લેન્ડર પ્રો. મો.સા. જેનો આર.ટી.ઓ.રજી.નંબર પ્લેટ લગાવેલ ન હોય જેનો એંજીન નંબર HA10ELEHB64290 છે. તથા ચેચીસ નં. MBLHA10A3EHB46113 છે. જેની કિ.રૂ.૩૦૦૦૦/- ગણી. તથા (૫) કાળા કલરનું એકટીવા નં. GJ-01-ME-3224 તથા (૬) ટી.વી.એસ વિકટર જી.એલ. મો.સા. નં.GJ-02-AB-7926 નું શોધી કાઢી તમામ મો.સા. તપાસ અર્થે કબ્જે લીધેલ છે.

નોંધ:-ચોરીમાં પકડાયેલ મો.સા. અંગે પોકેટ કોપમાં સર્ચ કરી વાહન માલીકોનો સંપર્ક કરતા નીચે મુજબના ગુન્હા દાખલ થયેલ છે.
(૧) સીડી ડિલક્ષ મો.સા. GJ-01-FH-9996 ની ચોરીના બનાવ અંગે અમદાવાદ શહેરના નારોલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૫૨૨૦૫૩ ઇ.પો.કો. કલમ ૩૭૯ તથા
(૨) બજાજ સીડી -૧૦૦ મો.સા.નં. GJ-27-AQ-1361 ની ચોરીના બનાવ અંગે અસલાલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૨૨૨૦૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ તથા
(૩) હોન્ડા સીડી ૧૧૦ ડ્રીમ મો.સા. નં. GJ-01-NX-8860 ની ચોરીના બનાવ અંગે સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૫૨૨૦૫૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા
(૪) હિરો સ્પ્લેન્ડર પ્રો. મો.સા. નં. RJ-12-SK-6340 ની ચોરીના બનાવ અંગે અમદાવાદ શહેર વટવા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૮૨૨૦૪૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૫) હોન્ડા કંપનીનું એકટીવા નં. GJ-01-ME-3224 ની ચોરીના બનાવ અંગે અમદાવાદ શહેર દાણીલીંમડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૨૨૨૦૪૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા
(૬) ટી.વી.એસ વિકટર જી.એલ. મો.સા. નં.GJ-02-AB-7926 નું મો.સા. રતન ફાર્મ વટવા અમદાવાદ ખાતેથી ચોરી કરેલ છે. તા.૧૧/૦૫/૨૦૨૨

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
આ કામગીરી કરવામાં પોલીસ ઇન્સ. આર.જી.ખાંટ તથા હે.કો.રધુભાઇ રણછોડભાઇ, હે.કો.પ્રધ્યુમનસિંહ જગદિશસિંહ,હે.કો.હરદિપસિંહ અશોકસિંહ,આ.પો.કો.ઇન્દ્રવિજયસિંહ માલદેવસિંહ,આ.પો.કો. કલ્પેશભાઇ ગગજીભાઇ,આ.હે.કો. લગધીરભાઇ વરવાભાઇ તથા પો.કો. શૈલેશભાઇ બળદેવભાઈ તથા અ.પો.કો. વિજયસિંહ પ્રભાતસિંહ તથા પો.કો. હિમાંશુ મહેશભાઇ વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here