બાતમીના આધારે મોરૈયા થી જુગારધામ ઝડપાયું

0
487

હે.કો. ધર્મેનદ્રસિંહ ડોડ તથા પો.કો વિપુલસિંહ દાયમાં ની બાતમી થી મોરૈયા થી જુગારધામ ઝડપાયું

પોલીસ મહાનિરીક્ષક વી.ચન્દ્રશેખર અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાધ્વ અમદાવાદ ગ્રામ્ય નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગ, સાણંદ નાઓ તરફથી જીલ્લામા પ્રોહી-જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા જરુરી સુચનો આપેલ જેના ભાગરૂપે ચાંગોદર પો.સ્ટેના પો.ઈન્સ. એન.એન.પારગીના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. ધર્મેનદ્રસિંહ ડોડ તથા આ.પો.કો વિપુલસિંહ દાયમાં નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિકત મળેલ કે મોરૈયા ગામ પ્રથમિક શાળાની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે કેટલાક ઈસમો ગે.કા રીતે ગોળ કુંડાળુ વળી જુગાર રમી રમાડે છે જે બાતમી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા (૧) કમલભાઇ રમેશભાઇ ઠાકોર ઉ.વ.ર૮ રહે.મોરૈયા ઠાકોરવાસ (ર) અજીતભાઇ નાનુભાઇ ઠાકોર રહે, મોરૈયા ઠાકોરવાસ (૩) અજયભાઇ કાળાજી ઠાકોર મોરૈયા ઠાકોરવાસ (૪) વિજયભાઇ ખોડાભાઇ ઠાકોર રહે, મોરૈયા ઠાકોરવાસ (૫) વિક્રમભાઇ અમરસંગભાઇ ચૌહાણ રહે મોરૈયા મુળ રહે, અસામલી તા.માતાર જી.ખેડા (૬) ગોવિંધ્જી વિશાજી ઠાકોર રહે, મોરૈયા ઠાકોરવાસ (૭) મુકેશજી ખોડાજી ઠાકોર રહે, મોરૈયા ઠાકોરવાસ નાઓને જુગાર રમતા કુલ રોકડ રૂપિયા.૧૦,ર૦૦,-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ચાંગોદર પોલીસ. કામગીરી કરનાર પો.ઈન્સ. એન.એન.પારગીના સીધા માગદશન હેઠળ .હે.કો ધર્મેન્દ્રસિંહ જીલુભા તથા હે.કો જયદિપસિંહ કિરીટસિંહ તથા પો.કો વિપુલસિંહ મદારસિંહ તથા પો.કો પૃથ્વીરાજસિંહ ભરતસિંહ તથા પો.કો સંજયસિંહ ગંભીરસિંહ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here