પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા નિવેદનો લેવા શરૂ કર્યા
બાવળા તાલુકાના શિયાળ ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર: ૨ માં ફરજ બજાવતા મૂળ વાસણા બનાસકાંઠાના પ્રકાશભાઈ નાઈ કોઈ અગમ્ય કારણોસર શાળાના બિલ્ડિંગના ધાબા પર જઈ બપોરના સમયે કોઇ ઝેરી પદાર્થ પી લીધું હતું શાળાના શિક્ષકોને આ ઘટનાની જાણ થતા શાળા સ્ટાફે તેઓને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન દવા કારગરના નીવડતા આચાર્ય નું મોત થવા પામ્યું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર બાવળા તાલુકાના શિયાળ ગામે આવેલ શાળા નંબર:૨ માં પ્રકાશભાઈ નાઈ આચાર્યની ફરજ બજાવતા હતા તેમણે અગમ્ય કારણોસર શાળાના મકાનના ધાબા પર જઈ ઝેરી દવા પી લીધી હતી.આ ઘટનાની જાણ શાળાના શિક્ષક મિત્રોને થતાં તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મોતનું સાચુ કારણ શોધવા લાશને પીએમ માટે મોકલી આપી હતી અને દરેક શિક્ષકોના નિવેદનો તથા આચાર્યનો મોબાઇલ પણ તપાસ અર્થે લેવામાં આવ્યો હતો આત્મહત્યામાં કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ શરૂ કર્યું આચાર્યના આ રીતે અચાનક આપઘાત થી તર્કવિતર્ક વહેતા થયા છે શાળાના આચાર્યની શેની પરેશાની હતી કે પછી કોઈ તેમને હેરાન કરતું હતું કે પછી ધાક ધમકી આપતું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી