બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદમાં જમીન સંપાદનને કારણે વિલંબ

0
954
Bullet-Train-Project

ગુજરાત માટે મહત્ત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રાજ્યના ૫ જિલ્લા જેમ કે, અમદાવાદ, વડોદરા, ખેડા, નવસારી, આણંદમાંથી આશરે ૩૬૦ હેકટર જમીન સંપાદન કરવાની હતી.આ પૈકી આશરે ૩૫૮ હેક્ટર જમીન સંપાદન થઇ જતા તેના વળતર પેટે કુલ રૂ. ૩૦૬૦ કરોડ ચુકવવામાં આવ્યું હોવાનું વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતું. હવે ૫ જિલ્લામાંથી એકાદ હેકટર જમીન સંપાદન કરવાની બાકી છે.સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૧૧૦૮ કરોડ, વડોદરામાં ૮૮૨ કરોડ,ખેડામાં ૯૬૭ કરોડ, નવસારી માં ૪૧૬ અને આણંદમાં ૨૨૨ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ એકલા અમદાવાદ જિલ્લામાં જ હજી ૭,૨૦૩ ચોરસ મીટર જમીન સંપાદન કરવાની બાકી છે.

આ પૈકી ૧,૪૪૬ ચોરસમીટર જમીન સાબરમતી વિસ્તારમાં અને ૫,૭૫૭ ચોરસ મીટર જમીન ઘાટલોડિયા વિસ્તારમાં હજી સંપાદન થઈ નથી. વિધાનસભામાં આ માહિતી જાહેર થઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ દસક્રોઈ તાલુકામાં ૯૦,૧૯૫ ચોરસમીટર, વટવા તાલુકામાં ૩૫,૪૭૯ ચોરસમીટર અને અસારવા તાલુકામાં ૧૧,૯૩૧ ચોરસમીટર જમીનો સંપાદન થઈ છે. આ ત્રણે તાલુકામાં હવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની બાકી નથી. જ્યારે સાબરમતીમાં ૨૮,૦૨૭ ચોરસમીટર તથા ઘાટલોડિયામાં ૯૮,૬૮૨ ચોરસ મીટર જમીનો અત્યાર સુધી સંપાદન કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી જે ૨,૬૩,૩૧૪ ચોરસ મીટર જમીનો સંપાદન થઈ છે તે પેટે રૂ. ૧,૧૦૮.૪૫ કરોડનું વળતર ચૂકવાયું છે.

વડોદરા જિલ્લામાં પણ હજી ૧૫,૨૦૦ ચોરસ મીટર તથા નવસારી જિલ્લામાંય ૧,૮૨૧ ચોરસમીટર જમીનો સંપાદન કરવાની બાકી છે.અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે.ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની જ વાત કરીએ તો અહીં અત્યાર સુધી કુલ ૧૧૦૮.૪૫ કરોડ રુપિયા જમીન સંપાદન પેટે માલિકોને ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતના કુલ પાંચ જિલ્લામાં કુલ ૨૯૩૫.૮૫ કરોડ રુપિયા વળતર પેટે આપવામાં આવ્યા છે તેવી જાણકારી સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here