- રાજ્યના બેરોજગાર યુવાનોની ‘મન કી બાત’
- 6 ફુટના પતંગ પર ‘બેરોજગારીનો પતંગ’ લખાણ લખ્યું
ગુજરાત રાજ્યમાં હાલમાં બેરોજગારી કારણે અનેક યુવાનોનું જીવતર અંધકારમય બન્યું છે. અવારનવાર ભરતી પ્રક્રિયામાં પેપર લીક થવાને કારણે યુવાનોની કેરિયર દાવ પર લાગી ગઈ છે. ત્યારે રાજ્ય સરકારને વિવિધ રીતે મેસેજ આપવા માગતા યુવાનોએ યુનિક રીતે આ ઉત્તરાયણ ઉજવી છે જેમાં છ ફૂટના પતંગ ઉપર બેરોજગારીનો પતંગ એમ લખાણ લખીને તેને આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.
વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં ભાજપ દ્વારા ચૂંટણીમાં રોજગારીના વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી પૂરી થઇ નથી કે વાયદા કેવા? ત્યારે છેલ્લા અનેક વર્ષોથી પેપર લીક કૌભાંડ મામલે પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોમાં હતાશા વ્યાપી છે જેને કારણે આ વખતની મકરસંક્રાંતિએ પતંગ પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. જેમાં રાજ્ય સરકારની આંખ ઉઘાડવા માટે પતંગ ઉપર બેરોજગારીનો પતંગ લખીને ચગાવી હતી.