બોગસ ડોક્ટરને પકડી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

0
550

પોલીસ મહાનિરીક્ષકશ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.ડી.ચૌહાણ સાહેબ વિરમગામ વિભાગ વિરમગામ નાઓએ વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ પો.ઇન્સ.શ્રી એમ.એ.વાઘેલા સાહેબ નાઓને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એસ.આઇ મહેન્દ્રભાઇ જગાજી બ.નં-૧૧૮૮ નાઓને બાતમી હકીકત મળેલ જે ચોક્કસ આધારભુત માહિતી આધારે જલારામ કોમ્પલેક્ષમાં પહેલા માળે “સ્નેહા પાઇલ્સ ક્લિનીક” નામથી ગે.કા રીતે દવાખાનુ રાખી ર્ડાક્ટર તરીકેની હોમિઓપેથિક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર હોમિઓપેથિક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર હોમિઓપેથિક દવાઓ આપતો ઇસમ સુકોમલ સુખદેવ વિશ્વાસ હાલ રહે. ૨૦૩,દેવપુજા ફ્લેટ વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ મુળરહે- ગામ ચિટકા પોસ્ટ-ચિટકા દાસપરા તા.ટેહાટ્ટા જી.નદીયા રાજ્ય-પશ્ચિમ બંગાળ વાળાને જુદી-જુદી કંપનીની હોમિઓપેથિક દવાઓ તથા મેડીકલના સાધનો કુલ મળી કિં.રૂ.-૨,૮૯૯/-ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ વિરૂધ્ધ ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો રજી.કરી સફળ કામગીરી કરવામા આવેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એમ.એ.વાઘેલા તથા એ.એસ.આઇ મહેન્દ્રભાઇ જગાજી બ.નં-૧૧૮૮ તથા પો.કો કલ્પેશભાઇ કરમશીભાઇ બ.નં-૮૯૫ તથા પો.કો જયદિપસિંહ જવાનસિંહ બ.નં ૦૧૯ તથા પો.કો દિગ્વીજયસિહ દાદુભા બ નં-૧૨૪ તથા પો.કો વિરસંગજી પ્રભુજી બ.નં-૨૧૪ નાઓ જોડાયેલ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here