બોટાદ જિલ્લામાં 18 વર્ષથી વધુની વયના 4330 લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો છે જેમાં સરકાર દ્વારા કોરોના સામે જંગ જીતવા વિવિધ ડોઝ અપાઈ રહ્યાં છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દિવસ માટે ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને નિ: શુલ્ક પ્રિકોશન ડોઝ આપવાના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ વયથી વધુની વયના પાત્રતા ધરાવતા તમામ લોકોને પ્રિકોશન ડોઝ મળી રહે તે દિશાના જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
અહેવાલ… અનીશ તાજાણી.. બોટાદ