બોરસદમાં પિતરાઇ બહેનની મશ્કરી કરવા બાબતે યુવક પર જીવલેણ હુમલો

પાવાગઢ પદયાત્રા દરમિયાન બહેન સાથે ઠઠા મશ્કરી બાબતે આપેલા ઠપકાની અદાવતમાં મારમાર્યો

0
1316
miyal tharad

બોરસદના કસારી લાંબી સીમમાં રહેતા યુવકને ગામના જ સાત જેટલા શખ્સોએ ઢોર મારમારતાં ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવક થોડા સમય પહેલા પાવાગઢ પદયાત્રાએ ગયો હતો. તે દરમિયાન સંઘમાં તેની સાથે રહેતી પિતરાઇ બહેનની મશ્કરી કરવા બાબતે યુવકને ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં આ હુમલો કર્યાનું ખુલ્યું હતું.

બોરસદના કસારી લાંબી સીમમાં રહેતા યુવકને 8મી માર્ચના રોજ ગામના કેટલાક શખ્સો સાથે ઝઘડો થયો હતો. જેમાં આ શખ્સોએ લાકડીથી તેમના પર હુમલો કર્યો હતો. જોકે, આસપાસના લોકો દોડી આવી તેને બચાવ્યો હતો.

આ અંગે યુવકે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં પાવાગઢ કાળકા માતાનો રથ લઇ ગયા હતા, તે સમયે પિતરાઇ બહેનની મશ્કરી કરી હતી. આ અંગે તેને ઠપકો આપ્યો હતો. આ ઘટનાને લઇ બાઇક લઇને જતી વેળાએ રોકી લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

source – Divya Bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here