સામાજિક અગ્રણી અને સમાજસેવક તેમજ નિર્ભય માર્ગ ન્યૂઝ ગુજરાતી ના બ્યુરો ચીફ હેડ દીપકભાઈ વ્યાસ ની સુપુત્રી ખુશી વ્યાસે શ્રીમતી એમ.પી.પટેલ પ્રાથમિક શાળા સેક્ટર 23, ગાંધીનગર ખાતે યોજાયેલ વિવિધ સ્પર્ધા માંથી ધોરણ-૮માં અભ્યાસ કરતી ખુશી મહેંદી સ્પર્ધામાં પ્રથમ આવતા શાળા પરિવાર તેમજ વ્યાસ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.
ખુશી વ્યાસે ભૂતકાળમાં પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને વિવિધ સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામ પ્રાપ્ત કરેલ છે. ભણતર સાથે વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈને ઘડતર કરી શકાય તે ચોક્કસ કહી શકાય છે.
અહેવાલ, તુષાર રાવલ ગાંધીનગર