ભરૂચમાં વિડીયોકોન કંપનીના સ્ટોરમાં 8.15 લાખથી વધુની ચોરી

0
249
A total of Rs. 8.15 lakh stolen and absconded

ભરૂચ તાલુકાના ચાવજ ગામ નજીક વીડિયોકોન કંપની આવેલી છે, હાલ કંપની બંધ હાલતમાં છે. ગત તારીખ ૨૧મી માર્ચના રોજ તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો મેઈન સ્ટોરને નિશાન બનાવી તેમાં રહેલા કોપર બસબારમાંથી બે ફૂટ લાંબા જંક્શન બોક્સ, કોપર મટિરિયલ્સ ભરેલી ૨૮ બેગ, લોટ અને ૭ કટર મળી કુલ રૂ. ૮.૧૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના પ્લાન્ટ ઇન્ચાર્જ અશોકકુમાર રામપતી યાદવે સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.ભરૂચના ચાવજ ગામ પાસે આવેલી વીડિયોકોન કંપનીના મેઈન સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. જેમાંથી કોપર બસ બાર અને કોપરના વાયર મળી કુલ રૂ. ૮.૧૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here