ભાભરના વજાપુર ગામ નજીકની કેનાલથી આધેડની લાશ મળી

0
484

કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત

થરાદ આસપાસની કેનાલથી વારંવાર મળી આવે છે લાશો

ભાભરના વજાપુર ગામ નજીકની રૂની માઈનોર કેનાલમાંથી આધેડની લાશ મળી આવતાં ચકચાર

કેનાલમાંથી લાશો મળી આવવાનો સિલસિલો અકબંધ રહેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે, જોકે કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરવાની ઘટના રોજીંદી બની જતાં કેનાલો હવે કાળનો કોળિયો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ભાભર તાલુકાના વજાપુર ગામ નજીકથી પસાર થતી રૂની માઈનોર કેનાલમાં ગતરોજ આધેડ ઈસમે ઝંપલાવ્યાનું સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ શોધખોળ દરમિયાન આધેડ ઈસમની લાશ ન મળતાં આજરોજ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ફાયર બ્રિગેડ વિભાગના તરવૈયા સુલતાન મીર, વિરમજી રાઠોડ, ધનજીભાઈ પ્રજાપતિ સહિત અન્ય ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાતા રૂની માઈનોર કેનાલમાંથી આધેડ ઈસમની લાશ મળી આવી હતી. લાશની ઓળખ કરાતા મૃતક આધેડ ઈસમનું નામ આંબાભાઈ રગનાથભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે ૫૦ વર્ષ હોવાનું જાણવા મળતા મૃતક આધેડ ઈસમની લાશ તેમના પરિવારજનોને સોંપાઈ હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here