ભાભર પોલીસ સ્ટેશનના કર્મચારીના વિદાય સમારોહમાં બ્રહ્મ બંધુઓનું બ્રહ્મસમાજે કર્યું સન્માન
ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીની તાજેતરમાં જ દિયોદર ખાતે બદલી થતાં રણાવાડાના વતની મહેશભાઈ ટી.રાવલનો ગતરોજ વિદાય સમારોહ યોજાયો હોઈ બદલી થતાં સમગ્ર બ્રહ્મ સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું, તેમજ ગુજરાત પોલીસ એવોર્ડથી તાજેતરમાં જ સન્માનિત થયેલ અને જેમણે સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે એવા ભાભર પોલીસ સ્ટેશનના PSI હરેશભાઈ એલ.જોષીનું એવોર્ડ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ભગવાનભાઈ વ્યાસ, ભુરાભાઈ આશલ, મનુભાઈ મહેતા, વખતરામભાઈ, અંબારામભાઈ જોષી, ડૉ.કીર્તિભાઈ જોષી, પ્રકાશભાઈ વ્યાસ, રાજેશભાઈ દવે સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જોકે બંને બ્રહ્મ રત્નો ખુબ પ્રગતિ કરી લોકહિતના કાર્યો થકી સોપાનો સર કરે એવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.