ભારતે ‘અગ્નિ પ્રાઈમ મિસાઈલ’નું પરિક્ષણ કર્યું

    0
    364

    1000 થી 2000 કિ.મી.ની મારક ક્ષમતા છે

    ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ પરથી ‘સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ ટોરપિડો
    સિસ્ટમ’(SMAT)સફળતાપૂર્વક લોન્ચ કરી.DRDOએ કહ્યું કે આ સિસ્ટમ એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે બનાવવામાં આવી છે, જે પરંપરાગત ટોર્પિડોની શ્રેણી કરતાં ઘણી વધારે છે.

    ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પરીક્ષણ યોજના મુજબ થયું હતું. આ દરમિયાન ઇલેક્ટ્રો ઓપ્ટિક ટેલિમેટ્રી સિસ્ટમ, ડાઉન રેન્જ ઇન્સ્ટ્રૂમેન્ટેશન અને ડાઉન રેન્જ શિપ સહિત વિવિધ રેન્જ રડાર દ્વારા સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલમાં ટોર્પિડો, પેરાશૂટ ડિલિવરી સિસ્ટમ અને રિલીઝ મિકેનિઝમ હતું.

    અગ્નિ-૧ઃ જીન્ફ-૩ બૂસ્ટરનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની રેન્જ ૭૦૦ કિમી છે. તેમાં પ્રવાહી બળતણ ભરવામાં આવે છે. તેનું પ્રથમ પરીક્ષણ ૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ થયું હતું. આ મિસાઈલ પોતાની સાથે પરમાણુ સામગ્રી લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ ૨ઃ આ પરમાણુ સક્ષમ મિસાઈલની રેન્જ ૩૦૦૦ કિમી છે. તે તેની સાથે ૧૦૦૦ કિલોગ્રામ સુધીની સામગ્રી વહન કરવામાં સક્ષમ છે. અગ્નિ ૩ઃ અગ્નિ ૩ ની ફાયરપાવર ૩૦૦૦ કિમી સુધીની છે. જાે કે તેને ૪૦૦૦ કિમી સુધી પણ વધારી શકાય છે. તે ૬૦૦ થી ૧૮૦૦ કિગ્રા સુધીની પરમાણુ સામગ્રીથી સજ્જ થઈ શકે છે. અગ્નિ ૪ઃ ૪૦૦૦ કિમી સુધીની રેન્જ ધરાવતી આ મિસાઈલ સમગ્ર પાકિસ્તાન અને અડધાથી વધુ ચીનને કવર કરી શકે છે. આ એક પરમાણુ સક્ષમ મિસાઈલ પણ છે. અગ્નિ ૫ઃ અગ્નિ ૫નું પ્રથમ પરીક્ષણ એપ્રિલ ૨૦૧૨ના રોજ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલથી ભારતીય દળો સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સફળ રહ્યા હતા. તેની રેન્જ ૫૫૦૦ કિમી છે, જેને વધારીને ૭૦૦૦ કિમી કરી શકાય છે.

    ભારતે ઓડિશાના બાલાસોર કિનારેથી ‘અગ્નિ પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તે અગ્નિ શ્રેણીની મિસાઈલનું એડવાન્સ વર્ઝન છે, જે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ ૧૦૦૦ થી ૨૦૦૦ કિમીની રેન્જ ધરાવે છે. આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષણ દરમિયાન અગ્નિ પ્રાઈમ મિસાઈલમાં ઘણી નવી વિશેષતાઓ ઉમેરવામાં આવી હતી. તેણે ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે તમામ મિશન લક્ષ્યોને પૂર્ણ કર્યા. અગ્નિ પ્રાઇમ અતિ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોવાથી ખૂબ જ ઓછા વજનની મિસાઇલ છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here