મહેસાણાના સાંઈબાબા મંદિર નજીકથી પીકઅપ સાથે આરોપીને પોલીસે ઝડપ્યો
ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લા 9 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. જેને મહેસાણા એલસીબીએ બાતમી આધારે ઝડપી વધુ પાડ્યો છે. વધુ કાર્યવાહી માટે આરોપીને મહેસાણા એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
મહેસાણા એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ઠાકોર વસંત મહેસાણા ખાતે આવેલા સાંઈબાબા મંદિર નજીક પીકઅપ સ્ટોપ પાસે ઉભો છે, બાતમી આધારે મહેસાણા એલસીબી ટીમે આરોપીને સાઈ બાબા મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.
Source – Divya Bhaskar