Home GUJARAT ભાવનગરમાં વિજ્ઞાનનગરીમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉજવણીનો લાભ લેતા બાળકો

ભાવનગરમાં વિજ્ઞાનનગરીમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉજવણીનો લાભ લેતા બાળકો

0

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર દ્વારા ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ કાર્યક્રમની સમગ્ર રાષ્ટ્રમાં ૭૫ જગ્યાએ ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમને ભાવનગર જિલ્લામાં ખૂબ જ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. રોજ લગભગ એક હજારથી વધુ બાળકો વૈજ્ઞાનિક અભિગમ માટે સતત અનુભવો મેળવી રહ્યાં છે.

વિજ્ઞાન નગરી ભાવનગર પણ એક અનોખું વિજ્ઞાન યાત્રાધામ છે. વિજ્ઞાન નગરી એ આ વિજ્ઞાન યજ્ઞમાં આહુતિ આપતા આ સપ્તાહ દરમિયાન તેનાં તમામ કાર્યક્રમ માટે પ્રવેશ શુલ્ક મુક્ત કરી દીધેલું છે. ૨૨ તારીખના ઉદઘાટન પ્રસંગે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે વી મિયાણી સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું.વિજ્ઞાન નગરીમાં રોજ જુદી જુદી ત્રણ શાળાના લગભગ ૬૦૦ બાળકો વિજ્ઞાન સફરનો લાભ લઈ રહ્યાં છે. વિજ્ઞાન સફર કાર્યક્રમમાં તેઓ વિજ્ઞાનના ખ્યાલોને વિજ્ઞાન નગરીમાં રહેલા વિવિધ મોડેલો દ્વારા પ્રાયોગિક ધોરણે સમજી રહ્યા છે. આ ઉપરાંત રોજ સાંજે ૫ થી ૬ વાગ્યે વિજ્ઞાન વિષયક એક દસ્તાવેજી ફિલ્મ પણ દેખાડવામાં આવે છે.

આ કાર્યને સફળ બનાવવા વિજ્ઞાન નગરીના ટ્રસ્ટી ચેતનાબેન કોઠારી, સંસ્થાના સલાહકાર સમિતિના સભ્ય ભાવનાબેન જાની, સંસ્થાના કાર્યકરો મીનુંબેન સિન્હા, માયાબેન કુંવરાની, વગેરે સતત કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત આઇ ટુ વી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ના પાર્થભાઈ તેરૈયા અને ધૃવેશ ભાઈ ગજ્જર પણ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.

રિપોર્ટર – ગૌસ્વામી ગૌતમ સાથે કેમેરામેન‌‌ રવિ કહારા ભાવનગર

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version