ભુરીયા ગામે યોજાતી શ્રીરામ કથા વાજતે ગાજતે કરાઈ સંપન્ન
જન- જનના ફાળાથી બનશે ૩૧ ફૂટ ઊંચાઈની ભવ્ય મૂર્તિ : મહંતશ્રી ઘેવરદાસ બાપુ
થરાદના ભુરીયા ગામે ૨૩મી એપ્રિલથી ૧ મે સુધી શ્રીરામ કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જોકે વ્યાસપીઠ પરથી પૂજય બટુક બાપુ જેઓ ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું, તેમજ સાહિત્યકાર ઈશ્વરદાન ગઢવીએ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કર્યું હતું તેમજ કથા દરમિયાન આરતીના ચડાવાઓ સહિત મૂર્તિ નિર્માણ અર્થે દાનનો ધોધ વહાવી દાનવીરતાનો સંદેશો પાઠવ્યો હતો. ગત રાત્રે વેશભૂષાના પાત્રો સાથે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, કાર્યક્રમની પૂર્ણાહુતિએ થરાદના પત્રકાર મિત્રોનું મહંતશ્રી ઘેવરદાસ બાપુએ સાલ અને ફોટા વડે સન્માન કરી દેશની ચોથી જાગીરનો આભાર માન્યો હતો તથા પૂર્ણાહુતિ પ્રસંગે પોથીનો શ્રેય રાજારામભાઈ મોદી ભુરીયાવાળાને ફાળે ગયો હોઈ વાજતે ગાજતે પોથી મંદિરમાં પધરાવવામાં આવી હતી, આ પ્રસંગે કથાકાર બટુક બાપુ, ભુરીયા ગામના શાસ્ત્રી વિક્રમભાઈ દવે, શેણલ માતાજીના ઉપાસક ગણપતલાલ દવે મોરીખા, પત્રકાર મિત્રો સહિત વડિલો, આગેવાનો, યુવાનો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ