થરાદના ભુરીયા ગામે બિરાજમાન શ્રી અગિયાર મુખી હનુમાનજીના સાનિધ્યમાં સંતશ્રી ઘેવરદાસ બાપુના સંકલ્પ અન્વયે સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવે છે, જોકે સંકલ્પ અન્વયે સુંદર કાંડની સાથે સાથે ભક્તો માટે દરરોજને માટે અન્નક્ષેત્ર શરૂ કર્યું છે.
આ બાબતે સંતશ્રી ઘેવરદાસ બાપુએ જણાવ્યું હતું કે ભુરીયા ગામે આગામી સમયમાં ૩૧ ફૂટની વિરાટ પ્રતિમાવાળી અગિયાર મુખી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, જોકે હાલમાં ૧૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ઓટલાનું કામ પૂર્ણ થયું હોઈ હવે ૩૧ ફૂટ ઊંચાઈ ધરાવતી વિરાટ પ્રતિમાવાળું સાનિધ્ય બને તે માટે પ્રતિમાના નિર્માણની કામગીરી હવેથી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે કથાકાર વિષ્ણુદાસ બાપુ, જીલ્લા પંચાયત સદસ્ય રૂપશીભાઈ પટેલ, રાણાભાઈ રાજપુરોહિત સહિતના તમામ ભક્તો ઉપસ્થિત રહી સુંદરકાંડ પઠન કરી આરતીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- અરવિંદ પુરોહિત, થરાદ