મધ્યપ્રદેશના ધાર પાસે હજુ હમણાં જ બનેલો કારમ ડેમ રવિવારે તૂટી ગયો. પુલ એટલા માટે બનાવાયા છે કારણ કે તેની નીચેથી નદી પસાર થઈ શકે. પણ, નવા બંધાયેલા ડેમ વિશે પણ એવું કહી શકાય કે નદીઓ તેને તોડીને પસાર થઈ શકે. લગભગ 350 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ડેમનો કેટલોક હિસ્સો હજુ બાકી હતો. છતાં આ ડેમની ક્ષમતાથી વધારે તેમાં પાણી ભરવામાં આવ્યું. તજજ્ઞોનું કહેવું છે કે ડેમ બંધાયો હોય તેના પહેલા જ વર્ષે ડેમ પૂરેપૂરો ન ભરવો જોઈએ.
ડેમ તૂટવાથી અનેક લોકો બેઘર થયા
ત્યાંના લોકોને ગામ ખાલી કરવાનું કહી દેવામાં આવ્યું છે. હવે આ ડેમનાી પાણીનો આ વિસ્થાપિત લોકો કેવી રીતે ઉપયોગ કરી શકશે ? તેના વસેલા ઘર દૂર રહી ગયા. તેની ગાયો ભાંભરતી રહી. ખેતરો પણ જાણે માલિકો સામે જોઈ રહ્યા. બધું જ પાણી પાણી થઈ ગયું, પણ સરકારના પેટનું પાણી હલ્યું નહીં. આમ પણ લોકોને સુવિધાઓ આપવામાં સરકાર ક્યારેય સરખી કામ આવી નહીં.
ડેમ એ 42 ગામોને પાણી મળી રહે તે માટે બનાવવામાં આવ્યો હતો
ડેમ તૂટ્યા પછી આમાંથી અડધો અડધ ગામ પાણી માં ડૂબી ગયું છે. આજે 15 ઓગસ્ટ છે અને આપણે આઝાદીનાં 75 વર્ષનો ઉત્સવ મનાવી રહ્યાં છીએ. જેમ અટલજીએ કહ્યું હતું- આઝાદી હજુ અધૂરી છે. કારમ ડેમ તૂટવાથી જે લોકોનાં સપનાં આ પાણી સાથે વહી ગયાં છે, તેમના માટે તો હકીકતે આઝાદી અધૂરી જ છે. કેવી રીતે અને ક્યાં એ ફરકાવશે તિરંગો ? આ ગ્રામજનોના મનમાં તિરંગાની જે શાન છે, સરકારે તેની રક્ષા કરવી જોઈએ. ડેમ તો તૂટશે અને ફરી બંધાઈ જશે, પણ લોકોનું મન ન તૂટવું જોઈએ. આ સ્વાતંત્ર ના દિવસે મધ્યપ્રદેશની સરકારે આ જ શપથ લેવા જોઈએ કે પુલ અને ડેમ તો બીજીવાર બની શકશે, પણ કોઈપણ સંજોગોમાં લોકોનાં મન નહીં તૂટવા દે. કારણ કે એકવાર મન તૂટી ગયું તો તે બીજીવાર જોડાતું નથી. કોઈ ઈચ્છે નહીં કે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આવી કોઈ ઘટના બને અને આવી રીતે સરકારની ટીકા થાય, પણ ઘટના તો બની છે અને જવાબદારો આંખ આડા કાન કરી શકે નહીં.