વલસાડ જિલ્લામાંથી ગૌ તસ્કરી અટકાવવા માટે વારંવાર પોલીસ જવાનો અને ગૌ રક્ષકની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને અવારું વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરવા આવે છે. તેમજ ગૌ તસ્કરી કરતા તસ્કરોને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. અગ્નિવીર ગૌ રક્ષકના આગેવાનોને મરલા ગામની સીમમાંથી એક પિકઅપ ટેમ્પોમાં ગૌવંશને ભરીને ધરમપુર થઈ મહારાષ્ટ્રના કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. અગ્નિવીર ગૌ રક્ષકની ટીમ અને પોલીસ જવાનોએ સાથે મળીને રેડ કરતાં મરલા ગામની સીમમાંથી બેભાન કરીને બેરહેમીપૂર્વક ઠાંસીઠાંસીને ભરેલી હાલતમાં ગૌવંશ મળી આવ્યો હતો. પોલીસને અને ગૌરક્ષકની ટીમને આવતા જાેઈ ટેમ્પો ચાલક ભાગી છૂટ્યો હતો. જ્યારે એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસ અને અગ્નિવીર ગૌરક્ષકની ટીમે ૬ જેટલા ગૌવંશને કતલ ખાને લઈ જતા અટકાવી તને ઉગારી લીધા હતાં ઉલ્લેખનીય છે કે વલસાડ રૂરલ પોલીસ મથકે એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.વલસાડ જિલ્લાની અગ્નિવીર ગૌ રક્ષકની ટીમને મરલા ગામની સીમમાંથી એક ઈસમ ગૌ વંશને બેભાન કરી પિકઅપ ટેમ્પામાં ભરી મહારાષ્ટ્ર કતલખાને લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી ગૌ રક્ષકોએ ઘટનાસ્થળે રેડ પાડી હતી, ગૌરક્ષકોને આવતા જાેઈ ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી ટેમ્પામાંથી બેરહેમીપૂર્વક ઠાંસીઠાંસીને ભરેલા ૬ ગૌ વંશને અગ્નિવીર ગૌરક્ષકની ટીમે ઉગારી લીધા હતા.