મહારાષ્ટ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્યામાં ૩ ટકાનો વધારો કર્યો

0
258

રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારના આ ર્નિણયથી રાજ્યના લગભગ ૧૭ લાખ કર્મચારીઓને ફાયદો થશે. જ્યાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને આજની જાહેરાતથી ૩૪ ટકા મોંઘવારી ભથ્થું મળશે, મહારાષ્ટ્ર સરકારની જાહેરાત બાદ રાજ્યના કર્મચારીઓને ૩૧ ટકા ડીએ મળર્શ માર્ચના પગારમાં, વધેલુ ડીએ જુલાઈ ૨૦૨૧ થી એકસાથે મળશે રાજ્ય વહીવટીતંત્રના નાણા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ ર્નિણય અનુસાર, ૧ જુલાઈ, ૨૦૨૧ થી રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં ડ્ઢછમાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલી રકમ માર્ચ ૨૦૨૨ના પગારમાં એકસાથે આવશે. મહારાષ્ટ્ર સરકારના નાણા વિભાગે આજે બે મોંઘવારી ભથ્થા સંબંધિત સરકારી ર્નિણય જાહેર કર્યો છે. જેમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીની ત્રણ મહિનાની બાકી રકમ આપવામાં આવી છે અને મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરીને ૩૧ ટકા કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, સાતમા પગાર પંચના સુધારેલા પગાર માળખા હેઠળ, મોંઘવારી ભથ્થું મૂળ પગારના ૨૮ ટકા હતું, તે વધારીને ૩૧ ટકા કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની જાહેરાત બાદ રાજ્ય સરકારના કર્મચારીઓની ઉત્સુકતા તરત જ વધી ગઈ હતી કે તેમના પગારને લગતા સારા સમાચાર ક્યારે આવે છે. મહારાષ્ટ્ર સરકારે કોઈપણ સમય બગાડ્યા વિના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને રાજ્ય સરકારના કર્મચારીઓને ખુશ કરી દીધા છે. આ ર્નિણય પર કર્મચારી સંગઠનોએ ખુશી વ્યક્ત કરી છે.કેન્દ્રની મોદી સરકાર દ્વારા તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના ર્નિણય બાદ તરત જ મહારાષ્ટ્ર સરકારે પણ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે કર્મચારીઓના ડીએમાં ૩ ટકાનો વધારો કર્યો છે.

આ ત્રણ ટકાના વધારા બાદ હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને ૩૧ ટકા થઈ ગયું છે. આ ડ્ઢછ જુલાઈ ૧, ૨૦૨૧ થી લાગુ માનવામાં આવશે. આજે (૩૦ માર્ચ, બુધવાર) મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો ર્નિણય લીધો હતો. થોડા કલાકો પછી, મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે પણ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here