મહેસાણા શહેરમાં આવેલા ટીબી રોડ પર ગેરકાયદેસર બાંધકામ દુર કરવા નગરપાલિકા એ બે વખત નોટિસ આપ્યા બાદ ચીફ ઓફિસર અલ્પેશ પટેલે બાંધકામ દુર કરવાની જાહેરાત કરી હતી. જાેકે, છતાં પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત હેઠળ માત્ર દુકાનોને સીલ માર્યાં હતા. ટીબી રોડ પર ધારા વિદ્યાલય પાસે ઠાકોર ઇશ્વર ધનાજીએ ગેરકાયદેસર બે દુકાનોની બાંધકામ કરી ટાઇગર પાર્લર નામની દુકાન ચાલુ કરી હતી.
મહેસાણા પાલિકા દ્વારા દુકાન માલિકને નોટિસ આપવામાં આવી હતી અને બાંધકામના આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી હતી. જે રજૂ ન કરતાં મિલકતનો વાણિજ્ય ઉપયોગ બંધ કરવા આદેશ કર્યો હતો. આમ છતાં દુકાનો ચાલુ હવાથી ચીફ ઓફીસર પોલીસ બંદોબસ્ત હેઠળ દુકાનો તોડી પડાશે તેવી જાહેરાત કરી ટીમો મોકલી હતી. જે ટીમોએ દબાણો દુર કરવાનો બદલે માત્ર દુકાનો સીલ કરીને પછી ફરી હતી.