Google search engine
Homecurruptionમહેસાણાના 4 યુવકો અમેરિકા માં ઝડપાયા: IELTS મા ઇંગ્લિશ ના બોલી...

મહેસાણાના 4 યુવકો અમેરિકા માં ઝડપાયા: IELTS મા ઇંગ્લિશ ના બોલી શકતા ભાંડો ફૂટ્યો

ભારતથી કેનેડા ગયા અને કેનેડાથી ગેરકાયદે અમેરિકા ઘૂસી ગયેલા મહેસાણા જિલ્લાના 4 વિદ્યાર્થી અંગ્રેજી બોલતા આવડતું ન હોવા છતાં કેવી રીતે IELTS(International English Language Testing System)માં 8 બેન્ડ  બેન્ડ લાવ્યા?

બોટમાં ડૂબતાં બચાવી લેવાયા બાદ અમેરિકન પોલીસ દ્વારા મહેસાણા ના આ 4 યુવકો ને કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા ત્યાં કાર્યવાહી દરમિયાન અંગ્રેજી માં વાત કરી શકયા નહોતા, જેના પરિણામે મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાને આ બાબતે જાણ કરવામા આવી.મહેસાણા sp દ્વારા એસઓજી વિભાગને સમગ્ર બાબતે તપાસ સોંપવામાં આવી છે.

અમેરિકન સરકારે મુંબઈ એમ્બેસીને જાણ કરી અને  મુંબઈ એમ્બેસીના અધિકારીએ મહેસાણા એસપીને જાણ કરી.

મહેસાણા, વીસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થી વિદેશ જવા માટેની IELTS પરીક્ષાના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા હતા, જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફત અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોઈ, યુએસએ પોલીસે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા અને અમેરિકાની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય વિદ્યાર્થી અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહોતા.

પીઆઇ ભાવેશ રાઠોડ અને ટીમે તપાસ શરૂ કરી છે. અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થીનાં પરિવારજનો, એજન્ટો સહિતનાં નિવેદનો લેતાં IELTSની પરીક્ષામાં જ કંઈક ગરબડ ગોટાળો થયો હોવાની અટકળો થઈ રહી છે.

અમેરિકા પહોંચી ગયેલા 4 વિદ્યાર્થી

1. પટેલ ધ્રુવ રસિકભાઈ (રહે.પરાવાસ, માંકણજ, તા.મહેસાણા)

2. પટેલ નીલ અલ્પેશકુમાર (રહે.ધામણવા, તા.વીસનગર)

3. પટેલ ઉર્વીશ શૈલેષભાઈ (રહે.રામનગર, ખદલપુર, તા.જોટાણા)

4. પટેલ સાવન રાજેન્દ્રકુમાર (રહે.સાંગણપુર, તા.જિ. મહેસાણા)

એસઓજી, પીઆઈ ભાવેશ રાઠોડ આ બાબતે જણાવે છે કે કેનેડા મોકલનારા 2 એજન્ટનાં નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં ચારેય વિદ્યાર્થી કોઈપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા વિના ડાયરેક્ટ IELTSનું સેટિંગ કરી વિદેશ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

ચારેય વિદ્યાર્થીનાં પરિવારજનોનાં નિવેદન લેતાં તેમણે અમને ખબર નથીનું એક જ રટણ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

IELTS પરીક્ષામાં જ કૌભાંડથયું હોવાની સેવાઇ રહી છે અટકળો

તપાસમાં IELTSની પરીક્ષામાં જ સેટિંગની વાત આવી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં આ ચાર વિદ્યાર્થીએ કયા સેન્ટરથી પરીક્ષા આપી, કોણે મહત્ત્વનો રોલ ભજવ્યોની તપાસ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટાં માથાંના પગ નીચે રેલો આવવાની શક્યતા પણ નકારી શકાય નહીં.10,000 કેનેડિયન ડોલર કોર્ટમાં ભરીને ચારેય વિદ્યાર્થી છૂટી ગયા હતા અમેરિકા રહેતા સાવન પટેલના પિતા રાજેન્દ્રકુમારે દંડની રકમ ભરી હોવાનું પોલીસ કહી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments