તાજેતર માં કોટા રાજસ્થાન માં યુનિવર્સિટી ઓફ કોટા માં કરાટેની નેશનલ ફેડરેશન ની સ્પર્ધામાં યોજાઇ હતી જેની અંદર 15 રાજ્યો ના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં આપણા મહેસાણાના ગૌરવ ગણાતા 7 ખેલાડીઓએ ભાગ લીધો હતો
કરાટે કોચ શક્તિ જયસ્વાલ ના જણાવ્યા મુજબ આ સ્પર્ધામાં 500 ખેલાડીઓએ ભાગ લીધો હતો
જેમાં આપણા મહેસાણાના ખેલાડીઓએ બીજા ખેલાડીઓના સામે કરાટેના ઉમદા પ્રદર્શન કરીને મેડલ પ્રાપ્ત કર્યા હતા.જેમાં ભાગીરથ બારોટ ગોલ્ડ મેડલ,વામન નાયક સિલ્વર મેડલ,કોમલ આચાર્ય સિલ્વર મેડલ,પ્રાપ્તિ જાદવ સિલ્વર મેડલ,ધ્વનિત રાવલ બ્રોન્ઝ મેડલ,હયા પ્રજાપતિ બ્રોન્ઝ મેડલ,પ્રાંશ જયસ્વાલ બ્રોન્ઝ મેડલ 7 ખેલાડીઓ વિજેતા થયા છે.
અહેવાલ…ભાવિન ભાવસાર..મહેસાણા